મહંતના મોત અંગે તેમના ગુરૂ, ગુરૂભાઈ સૌ વાકેફ હતા તો ઘટના છૂપાવાઈ કેમ?

  • June 15, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું સંતોને મહંતની કિલપ વિશે વાત કરીને સમજાવી દેવાયા હતા?: ટ્રસ્ટીઓનો ઈરાદો મહંતને મોત માટે મજબૂર કરવાનો જ હતો કે શું?
 


રાજકોટના મોરબી રોડ કાગદડી ખાતેના ખોડિયાર આશ્રમના મહંતના આપઘાતના બનાવમાં તપાસ આગળ ધપી રહી છે તેમ નવા–નવા ફણગા કરી રહ્યા છે. પોલીસે દસ દિવસ બાદ તબીબ અને ટ્રસ્ટી એડવોકેટ બન્નેને આરોપી જાહેર કર્યા છે. સાથે સાથે એ મુદો પણ ગહન બન્યો ચે કે, મહંતના રહસ્યમય મોત અંગે તેમના ગુરૂ, ગુરૂભાઈ સૌ કોઈ વાકેફ હતા તો આરંભથી જ ઘટના છૂપાવાઈ કેમ? આપઘાતમાં બધુ જાણનારા અને મૌન રહેનારા ટ્રસ્ટીઓ લાગતા વળગતાઓના મૌન પાછળનું કારણ શું?
આશ્રમમાં મહંતના ભત્રીજા કોડીનારના અલ્પેશ, અલ્પેશના બનેવી હિતેષે મળી મહંતની બે યુવતી સાથે વીડિયો કિલપ બનાવી લીધાનો શરૂઆતમાં ઘટસ્ફોટ થયો હતો. મહતં આ અંગે માફી પણ માગતા હોવાની મળી આવી છ વીડિયો કિલપ મહંતની બનાવાઈ હતી. મહંતને તેનો ભત્રીજો અલ્પેશ, જમાઈ હિતેષ બ્લેકમેઈલ કરતા હતા અને લાખો –પિયાની રકમ મહતં પાસેથી વીડિયો કિલપના આધારે પડાવી હતી. છેલ્લા દોઢ વર્ષથી ચાલતા સમગ્ર ષડયત્રં અને સાળા–બનેવી બન્નેએ આશ્રમના બધા ટ્રસ્ટીઓ હટાવી નાખવા અને પોતાને જ બધુ સોંપી દેવા મહતં પર તનાવ વધાર્યેા હતો.

 


નાણા માગી બ્લેકમેઈલ કરતા ત્યાં સુધીની વાત મહંતે સ્વીકારી અને નાણા આપતા રહ્યા હવે આખો આશ્રમ હડપ કરવાના હતગંડા કરતા અને મહંતનો અન્ય એક શિષ્ય રાજકોટનો વિક્રમ સોહલા પણ મહંતને મારકૂટ કરતો હતો જે બ્લેકમેઈલિંગ અને મારકૂટ ત્રાસથી મહંતે ગત તા.૩૧ના રાત્રી ઝેર પી જીવ દીધો હતો. એ પૂર્વે મહંતે લખેલી ૨૦ પેજની સ્યૂસાઈડ નોટે સમગ્ર રહસ્યો ખોલી નાખ્યા હતા અને અલ્પેશ, હિતેષ અને વિક્રમ આરોપી બન્યા બાદ હવે ધીમે ધીમે પરદા પાછળ રહેલા અન્ય બુધ્ધિજીવી કે સમગ્ર મામલે પરદો પાડી દેવાના પ્રયાસ કરનારા માથાઓ પણ આરોપીઓ બની રહ્યા છે.

 


તપાસમાં ડીસીપી મીણાએ ગઈકાલે જોહેર કયુ કે આશ્રમના ટ્રસ્ટી એડવોકેટ રક્ષિત કલોલાએ બનાવના આગલા દિવસે વિક્રમ સાથે આવી વિક્રમે મહંતને માર માર્યેા ત્યારે તેની હાજરી પણ હતી. મહંતના મોત બાદ એડવોકેટ જ ઉલ્ટી સાફ કરવા રૂમની સાફસફાઈ કરવા સૂચના આપી પુરાવાઓનો નાશ કરાવ્યો હતો.

 


આવી જ રીતે દેવ હોસ્પિટલના ડો.નિલેષ નિમાવતે આશ્રમ પર પહોંચી પોતાની હોસ્પિટલે મૃતદેહને મોકલી એમ્બ્યુલન્સની નીચે ઉતાર્યા વિના જ ડો.કમલેશ કાલરિયાને એટેકથી ડેથનું સટિર્ બનાવી દેવા સૂચના આપી હતી જે આધારે કમલેશે તેની સાથેના મેડિકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રા પાસે એટેકનું ડેથ સટિર્ફિકેટ બનાવડાવ્યું હતું.
જેમ ગુનેગાર કોઈ ભૂલ કરી બેસે તેમ મહંતને હોસ્પિટલે લઈ જવાયાનો સમય સવારે ૬ અને મોતનો સમય બે કલાક બાદ ૮.૧૫નો ડેથ સટિર્ફિકેટમાં ટંકાયો હતો. જો કે, મહંતનો મૃતદેહ સવારે દસ વાગ્યા સુધી તો આશ્રમ પર જ હતો. આ ભેદભરમ પોલીસની તપાસમાં બહાર આવતા તબીબ અને એડવોકેટ બન્ને કાનૂની ફંદામાં ફસાયા અને આરોપી બન્યા છે.

 


પોલીસ માટે મહત્વનો મુદો એ પણ છે કે, મહંતના મોત બાદ તેમના ગુરૂ તેમજ ગુરૂભાઈ કે જે હાલ આશ્રમના ગાદીપતિ બન્યા છે તે રઘુવીરદાસને પણ તુરતં જ મહંતના મોતની ખબર અપાઈ હતી અને બધા આશ્રમ પર જ હતા. શું સંતોને પણ મહંતના રહસ્યમય મોત અંગે જે તે સમયે કાંઈ ખબર નહીં પડી હોય?

 


જો ખ્યાલ પડયો હોય તો હાજર ટ્રસ્ટીઓ અન્ય અનુયાયીઓ દ્રારા મહંતની વીડિયો કિલપ સહિતની બાબતોની જાણ કરી સંતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરાયો હશે? મહંતના ગુરૂભાઈ રઘુવીરદાસને એડવોકેટ કલોલાએ વોટસએપથી મહંતની સ્યૂસાઈડ નોટ મોકલી હતી તો તેઓએ પણ ખ્યાલ પડયો તો આ વાત કેમ છૂપાવી હશે? શું તેમને પણ દબાવી દેવાયા હશે? અથવા તો આશ્રમના ગાદીપતિનું સ્થાન મળશેની લાલસા કે જો કોઈને કહેશો તો આશ્રમની અને મહંતની પ્રતિા ખરડાશે તેમ કહીને સમજાવી દેવાયા હશે? આ બધા પ્રશ્નોના ઉતરો હાલ તો પોલીસ પાસે પણ નથી. તપાસ દરમિયાન કોઈ સાધુ સંતો પણ કાનૂની દાયરામાં આવશે? તેવા પ્રશ્ન સેવકોમાં ઉદભવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application