ઝરપરામાં આઝાદી બાદ કોંગ્રેસની ઐતિહાસીક જીત

  • March 11, 2021 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં આઝાદી બાદ કોંગ્રેસએ ભવ્ય જીત હાંસલ કરી છે. તાજેતરમાં સ્થાનીક ચુંટણી યોજવામાં આવવી હતી. ત્યારે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે તાલુકા પંચાયતની ચૂંટણીમાં આઝાદી બાદ કોંગ્રેસએ જીત હાંસલ કરતા તમામ સમાજ અને તમામ મતદારોનો કોંગ્રેસ પરિવારએ આભાર માન્યો હતો. સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં વર્ષેાના વાણા વિત્યા બાદ તાલુકા પંચાયતની ઝરપરા – ૧ અને ઝરપરા – ૨ સીટો ઉપર કોંગ્રેસની વલતં વિજયની હેટ્રીક કરી છે. ત્યારે બંને વિજેતા ઉમેદવાર આશારિયા લાખા ગીલવા અને ભરતસિંહ જાડેજાએ ઝરપરાની અને નવીનાળની જનતાનો આભાર માન્યો હતો. ઝરપરામાં વર્ષેાથી ભાજપનો ગઢ રહૃાો છે. આ ચુંટણીમાં કોંગ્રેસ ગઢમાં ગાબડો પાડી વિજય હાંસલ કરતા ભાજપના ગઢમાં કોંગ્રેસનો પંજો મજબુત પકડ જમાવી સાથે બંને સીટો ઉપર ભવ્ય જીત હાંસલ કરી ભાજપને આખં ઉડાડતો જવાબ આપ્યો છે.

 

 

ભાજપ હંમેશા ઝરપરાને પોતાનો ગઢ માનતી આવી છે. ત્યારે આ ચુંટણીમાં નિરાશાજનક હાર થતા ભાજપની કામગીરી અને નારાજગી ઉડીને આંખે વળગી હતી તેમ દેખાઇ રહૃાું છે. કોંગ્રેસની ભવ્ય જીત બાદ ઝરપરાવાસીઓનો આભાર માન્યો હતો. જેમાં વિજેતા ઉમેદવાર આશારિયા લાખા ગીલવાએ આભાર માનતા જણાવ્યું હતું કે ઝરપરાની જનતાએ કોંગ્રેસ પક્ષમાં વિશ્ર્વાસ રાખીને ખોબે ખોબા મત આપીને આભાર માન્યો છે. એ અવસરને ખરા અંતમાં આપની સેવામાં ઉતરશું તેવી લાગણી ગીલવાએ વ્યકત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું હતું કે ઝરપરાના વિકાસમાં હંમેશા પક્ષની પડખે રહી દરેક સમાજને ન્યાય મળે તેવા પ્રયત્નો કરવામાં હંમેશા કટીબધ્ધ રહીશું તેવું ગીલવાએ લાગણી દર્શાવી હતી. માજી સરપચં ધનરાજ જખુની સેવાના ફળ અમારા જેવા યુવાનોને ઝરપરાની જનતાએ આપ્યો છે અને જનતાનો કાયમના માટે અમો ઋણુ રહેશું તેવો ભાવ વ્યકત કર્યેા હતો. આજના આભારમાં ઝરપરા કોંગ્રેસ પરિવાર વતી ઝરપરાના પ્રથમ નાગરીક સામરભાઇ રામાભાઇ સેડા, ખીમરાજ સાખરા, ભરત સેડા, કરશન રામાણી, સામરા ધનરાજ સેડા, ભીમશી ધનરાજ સેડા, હરિ મૌવર, નારાણ ભારૂ, ભચુ લાખાણી, રવિ પિંગોલ, મંગા સજણ સેડા, મુરજી સેડા, પાલુ દેવરાજ ગીલવા, આશપન ગાગીયા વગેરે ઝરપરાની જનતાનો આભાર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS