વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આઈપીએલમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

  • April 23, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલ 2021ના 16મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ઈતિહાસ રચી દીધો છે. હકીકતમાં તે આઈપીએલમાં 6000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આઈપીએલ કરિયરની 188મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 

 

 

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોહલીએ અણનમ 72 રન બનાવ્યા હતા. તેણે ક્રિસ મોરિસની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી પોતાના 6000 રન પૂરા કયર્િ હતા. આ મેચ પહેલા કોહલીના નામે 5946 રન હતા. તેણે 54 રન બનાવવાની સાથે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.

 

 

વિરાટ કોહલીએ આઈપીએલમાં 6 હજાર રન પૂરા કયર્િ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 6 હજાર રન પૂરા કયર્િ છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 34 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. આ તેના આઈપીએલ કરિયરની 40મી અડધી સદી છે. વિરાટ કોહલી 47 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS