હોલીવુડ સ્ટાર ટોમ હેન્ક્સ અને તેની પત્નીને કોરોના વાયરસ, ઓસ્ટ્રેલિયામાં કર્યું હતું શૂટિંગ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફોરેસ્ટ ગમ્પ, કાસ્ટાવે, કેપ્ટન ફિલિપ અને ધ પોસ્ટ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિગ્ગજ હોલીવુડ અભિનેતા ટોમ હેન્ક્સ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. ટોમ અને તેની પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  63 વર્ષના ટોમે જણાવ્યું હતું કે તેને આ વાયરસ ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ દરમિયાન થયો છે. કારણ કે શૂટિંગ પછી તેને ભારે શરદી અને શરીરમાં ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ હતી.

 

ટોમે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તે તેની પત્ની સાથે એલ્વિસ પ્રેસ્લી ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેને શરદી, થાક અને શરીરમાં ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થવા લાગી. હેન્ક્સે કહ્યું કે તપાસ કરાવતાં તેણે કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો અને તે પણ પોઝિટિવ આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS