દવાખાના, કોવિડ કેર સેન્ટરો રૂા.૨ લાખથી વધુની રકમ રોકડમાં સ્વીકારી શકશે

  • May 08, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકસનો કોઈ પ્રશ્ન નડશે નહીં: કટોકટીજનક સ્થિતિમાં સરકારે વધુ એક સુવિધા જાહેર કરીદેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં ભયંકર રીતે કેસ વધી રહ્યા છે ત્યારે દવાખાનાઓમાં જગ્યા રહી નથી અને દવાખાનામાં બેડ માટે ઉંચા ભાવ લેવામાં આવી રહ્યા છે ત્યારે સરકારે એક નવી સુવિધા જાહેર કરી છે.

 


હવે દેશની તમામ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોના સંચાલકો રૂા.૨ લાખથી વધુની રકમ પણ રોકડમાં સ્વીકારી શકશે. દર્દીના પરિવારજનો પાસેથી હવે આ રકમ સ્વીકારવામાં એમને કોઈ ટેકસનો પ્રશ્ન કે આવકવેરા ખાતાની કોઈ પરેશાની થશે નહીં.

 


સરકારના વર્તુળોએ એમ જાહેર કર્યુ છે કે વર્તમાન સમયમાં દવાખાનાઓને ફકત રૂા.૨ લાખ સુધી જ રોકડ રકમ સ્વીકારવાની આવકવેરા કાયદા મુજબ છૂટ આપવામાં આવી હતી પરંતુ મુશ્કેલીમાં વધારો થયો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે રૂા.૨ લાખથી વધુની રકમ રોકડમાં દવાખાના અને કોવિડ કેર સેન્ટરો સ્વીકારી શકશે.

 


સરકાર સમક્ષ આ પ્રકારની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને છેલ્લા થોડાક દિવસોમાં ટેકસ પ્રેકિટશનરો દ્રારા આવકવેરામાં છૂટછાટ આપવા અને દવાખાનાઓમાં રકમ રોકડમાં આપવાની સીમા વધારવાની ભારપર્વૂક માગણી કરવામાં આવી હત.

 


આ સુવિધા જાહેર થવાથી લોકોને હવે રોકડ રકમ ચૂકવવામાં ટેકસનો કોઈ પ્રશ્ન નડશે નહીં. લોકો પાસે રોકડમાં ચૂકવણું કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હોતો નથી અને એવા દર્દીઓની સંખ્યા પણ દેશમાં વધુ હોય છે. જો કે નિષ્ણાતોએ એમ કહ્યું છે કે, અત્યારની ગંભીર પરિસ્થિતિને અનુલક્ષીને સરકારે વધુ ઉદાર પગલાં ભરવાની જરૂર છે અને દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને વધુ સરળતા રહે તેવા પગલાં જાહેર કરવાની જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS