મનસુખભાઈનું ભવિષ્ય કેટલું ઉજળું છે હું સ્પષ્ટ જોઈ રહ્યો છું, નોંધી રાખો ડાયરીમાં... આ ભવિષ્યવાણી સીએમ મોદીએ 2012માં કરી દીધી હતી... જુઓ Video

  • July 09, 2021 01:02 PM 

તાજેતરમાં જ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. નવનિયુક્ત મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળી પણ લીધો છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં આ વખતે ગુજરાતના 2 મંત્રીઓને પ્રમોટ કરાયા અને 3 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. જે મંત્રીઓને પ્રમોટ કરાયા છે તેમાંથી એક એવા રાજ્ય કક્ષાના મંત્રી મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 

 

કોરોના કાળમાં સ્વાસ્થ્ય મંત્રી બનેલા મનસુખ માંડવિયા સામે અનેક પડકારો છે પરંતુ તેમના પર પીએમ મોદીને અતૂટ વિશ્વાસ છે. આ વાત સ્પષ્ટ થઈ છે પીએમ મોદીની વર્ષ 2012 કરેલી એ વાત પરથી. જી હાં મંત્રી મંડળના વિસ્તરણ બાદ વડાપ્રધાન મોદીનો આ વીડિયો સામે આવ્યો છે. 

 

વર્ષ 2012માં જ્યારે હાલના પીએમ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક જનસભા સંબોધતા કહ્યું હતું કે તેઓ જે સમય અને તારીખે આ વાત કહે છે તે નોંધી રાખો. આ સમય હતો જ્યારે મનસુખ માંડવિયા ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા, તેમના સન્માનમાં યોજાયેલી જનસભામાં આ વાત પીએમ મોદીએ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે મનસુખ માંડવિયાનું ભવિષ્ય ઉજળું છે. તેમનામાં અપાર ધૈર્ય અને ધગશ છે. 

 

તેમણે પોતાના વક્તવ્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ સાચા પડશે જ. આ વિશ્વાસ વર્ષ 2021માં સાચો પડ્યો છે અને મનસુખ માંડવિયા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી બન્યા છે. તેમણે આ પદ સુધી પહોંચ્યા સુધી મળેલી તમામ જવાબદારીઓ સુપેરે નિભાવી છે ત્યારે હવે સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ તેમણે પદભાર સંભાળી એક પછી એક મહત્વના નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. 


 
ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ માંડવીયા વર્ષ 2002માં ભાવનગરની પાલીતાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન રહી ચૂક્યા છે. વર્ષ 2012માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યાં, 2013માં ગુજરાત ભાજપના સૌથી યુવા સેક્રેટરી રહ્યાં. 2016માં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ અને મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરની જવાબદારી પણ સંભાળી. વર્ષ 2018માં ફરી તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS