આજકાલ કેમ્પેઈન : જાણો કેન્સરની સારવારમાં કેવી રીતે મદદરૂપ થાય છે ઈમ્યુનોથેરાપી

  • October 28, 2020 02:26 AM 245 views

જ્યારથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારથી આપણી વચ્ચે ઈમ્યુનીટી શબ્દ સતત સાંભળવા મળી રહ્યો છે. ભારત જ નહી વિશ્વભરના ડોકટરો અને વિજ્ઞાનીઓએ લોકોને ઈમ્યુનીટી પાવર વધારવા માટે જાત જાતના નુસખા બતાવ્યા છે અને લોકો પણ આ દિશામાં જાગૃત થઇ ગયા છે. કદાચ એટલે જ જીવનમાં આવેલા બદલાવની સાથે સાથે લોકો હવે ઈમ્યુનીટી વધારવા ઉપર ભાર આપી રહ્યા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બ્રેસ્ટ કેન્સરની સારવારમાં  પણ આ  ઈમ્યુનીટી પાવર ઉપયોગી સાબિત થઇ શકે છે. આમ તો  બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અનેક પધ્ધતિઓનો ઉપયોગ થાય છે અને દરેક પધ્ધતિની રીત જુદી જુદી હોય છે.  આ પધ્ધ્ધતિઓમાં  કેટલીક આડઅસરો છે તો કેટલીક લાભકારક પણ છે. આવી જ એક થેરાપી છે જેને ઈમ્યુનોથેરાપી તરીકે ઓળખવામાં આવે છે.

 

ઈમ્યુનોથેરાપી શબ્દ કેન્સરની સારવારમાં થોડો નવો શબ્દ છે. હજુ બહુ આ પધ્ધતિ વધુ પ્રચલિત નથી એટલે  ઈમ્યુનોથેરાપી વિશે ઘણા સવાલો હોય તે સ્વાભાવિક છે. આવા તો અનેક સવાલના જવાબ માટે આજકાલ દ્વારા છેલ્લા 13 દિવસથી બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવે છે અને તમામ વાચકોને કેન્સર વિશેની તમામ માહિતી સરળ શબ્દોમાં આપવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

 

વૈજ્ઞાનિકો દાયકાઓથી જાણતા હતા કે કેન્સર થતું રોકવા કે કેન્સરની સારવારમાં ઈમ્યુનિટી (રોગપ્રતિકારકશક્તિ)ની એક ખાસ ભૂમિકા હોય  છે. પરંતુ સારવારમાં તેનો ઉપયોગ કેમ કરવો તે અંગે સંશોધનો થઈ રહ્યાં હતાં. ઈમ્યુનોથેરાપી એટલે એવી સારવાર પધ્ધતિ કે જેમાં દવાઓ શરીરની પોતાની રોગપ્રતિકારકતા  અથવા ઈમ્યુનિટીને કેન્સર સામે લડવા માટે પ્રેરે છે. આવી કેટલીક દવાઓ ઘણા વર્ષોથી કેન્સરમાં લાગું પડે છે. દા.ત. ઈન્ટરફેરોન એ સીએમએલથી લાંબા સમયથી પ્રમાણિત સારવાર કરવામાં આવતી. જો કે મોટા ભાગના લોકોને તે માફક આવતી નથી અને રોજ ઈન્જેક્શનની જરૂર પડતી,એથી ખાસ લોકપ્રિય નથી.

 

ઈન્ટરફેરોનની નવી આવૃતિઓમાંસપ્તાહમાં એક વાર ઈન્જેક્શનની જરૂર પડે છે અને તે સહન થઈ શકે એવી છે. આથી માયલોપ્રોલિફેરેટિવ નીઆપ્લાઝમ્સમાં વ્યાપકપણે તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત હીપેટાઈટીસ- સીની સારવારમાં પણ ઉપયોગ થાય છે. આઈએલ-2 એ પણ અન્ય દવા છે જે વર્ષોથી કિડનીના કેન્સર અને મેલાઓમા માટે વપરાય છે. જે ઈન્ટરફેરોન કરતાં ઘણી વધુ આડઅસરવાળી છે એટલે બહુ ઓછી વપરાય છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ/સ્ટેમકોશ પ્રત્યારોપણમાં પણ ઈમ્યુનિટીનો ફાળો છે. આ થેરાપી સ્ત્રીઓને સૌથી વધુ થતા સર્વાઈકલ કેન્સરમાં ઉપયોગમાં લેવામાં આવે છે જો કે તેનું પ્રમાણ ઘણું ઓછું છે તેમજ બ્રેસ્ટ કેન્સરમાં આ થેરાપીના ઉપયોગ અંગે હાલ ન્યુયોર્કમાં વિશ્વભરની 15 ઈન્સ્ટીટ્યુટ સાથે મળીને સંશોધનો ચાલી રહ્યાં હોવાનું નિષ્ણાંતો જણાવે છે.

 

તાજેતરમાં કેટલીક નવી દવાઓથી વિવિધ રોગપ્રતિકારક તંત્રો (ઈમ્યુનમેકેનિઝમ્સ)નો ઉપયોગ કરીનેઆંશિક પરિણામો દર્શાવ્યાં છે. અમુક બહુ હઠીલા કેન્સર્સમાં કે જેમાં કોઈ વિકલ્પ રહેતો ના હાતો,તેમાં આ દવાઓ સરેરાશ 30 થી 50 ટકા દર્દીઓમાં ઉપયોગી બની. એથી આ ક્ષેત્રમાં ફરીથી સંશોધનો વધ્યા છે. મોટાભાગે આ દવાઓ હજુ કેન્સર સંપૂર્ણ ક્યોર કરતી નથી અને ખર્ચાળ છે. ઉપરાંત તેની આડઅસરો વધુ છે અને કિમોથેરાપી કરતા જુદા જ પ્રકારના રીએક્શન આવે છે. કેટલાક કેસમાં કિમોથેરાપી કરતા પણ વધુ આડઅસરો જોવા મળી છે.

 

આ નવી દવાઓ પૈકી નીચેની દવાઓ આ રીતે કામ કરે છે.

 

એન્ટી પીડી-1 અથવા એન્ટી પીડી એલ-1 :

વર્તમાનમાં ફેફસાં, મોં, અને ગળાના કેન્સર, કિડનીમાં  મેલાનોમા  અને હોજકીન લિમ્ફોમા, બ્લ્ડના કેન્સરમાં ઉપયોગ કરવા માટે સરકારી માન્યતા મળી છે. એમાં પેમ્બ્રોલીઝુમાબ, નીવોલુમેબ, એટેજોલીજુમાબ વગેરેનો સમાવેશ થાય છે.

 

ઈપિલીમુમાબ :

આ સીટીએલએ4સાયટોટૉક્સિસ ટી લિમ્ફોસાઈટને બ્લોક કરીને કામ કરે છે. મેલાઓમા માટે માન્ય છે. તેનો ઉપયોગ ઓપરેશન પછી ઉથલો રોકવા માટે થાય છે અને ક્યારેક એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયેલા રોગને કંટ્રોલ કરવા માટે થાય છે.

 

કાર ટી કોષો :

 કિમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી કોષો: આ પ્રધ્ધતિમાં કોઈ દવા નથી. પરંતુ દર્દીના લોહીમાંથી ટી કોષો લઈ, તેમને લેબોરેટરીમાં મોડીફાય કરવામાં આવે છે જેથી તેમાંથી કેન્સરનાં કોષોને શોધી શકાય છે  અને તેમને દર્દીના લોહીમાં પાછા ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ પધ્ધતિ હાલ સરકાર માન્ય નથી, છતા પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ્સમાં કેટલાક બહુ જ જટીક કેન્સરમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે. જેમકે એક્યુટ લિમ્ફોઈડલ્યુકેમિય, કે જેમાં ઘણી કિમોથેરાપીઝ નિષ્ફળ ગયા પછી આપવામાં આવેલ છે.

 

કેન્સરની રસી :

કેન્સરની માન્ય રસી માત્ર એ ડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર માટે છે. સિપલ્યુસેલ-ટી એ દર્દીના લોહીમાંથી લીધેલ મોનોન્યુકિલ્યર કોષો છે. જેમનેદવા સાથે રાખીને કલ્ચર કરવામાં આવે છે. અને પછી પાછા ઈન્જેક્ટ કરવામાં આવે છે. સર્વિક્સ કેન્સરને રોકવા માટે આ રસી સૌથી વધુ જાણીતી છે. તેનાથી સર્વિકસ કેન્સર કરનાર એચપીવી ઈન્ફેક્શનનું જોખમ ઘટાડે છે. જો કે કેન્સરની સારવાર માટે આ ઉપયોગી નથી. આ ક્ષેત્રમાં ઝડપથી સંશોધનો થઈ રહ્યાં અને સફળતા પણ મળી રહી છે. તે જોતાં આવનારાં વર્ષોમાં ઘણા કેન્સરમાં એની અગત્યનીભૂમિકા રહેશે એવો નિષ્ણાંતોનો મત છે.   

    

નોંધ : બ્રેસ્ટ કેન્સર અવેરનેસના ભાગરૂપે આ માહિતી માત્ર દર્દીઓની જાણકારી માટે છે. આ માહિતીના આધારે કોઈ પણ પ્રકારો દાવો કરી શકાશે નહીં. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએ ડોક્ટરની સલાહ અનુસાર જ સારવારના અને અન્ય નિર્ણય લેવા આજકાલ અનુરોધ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application