ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરવો એટલે...

  • October 30, 2020 09:25 PM 638 views

તમામ દેવતામાં ઈન્દ્ર સૌથી વધુ માનવીય અવગુણો ધરાવતા દેવતા છે. ક્રોધ, લોભ, મોહ, કામવાસના, ભય, ઈષર્િ વગેરે વૃત્તિઓ ઈન્દ્રને પામર માણસ જેવો બનાવી દે છે. એને ઈન્દ્રાસન ગુમાવવાનો ભય સતાવતો રહે છે, તેને ઈષર્િ થાય છે, તપસ્વીઓના તપભંગ કરાવે છે, તે કપટ કરીને યુધ્ધ જીતે છે, શત્રુ સાથે દગો રમીને તેને મારે છે, પરસ્ત્રી પર માત્ર નજર જ નથી બગાડતો તેને ભ્રષ્ટ પણ કરે છે. ઈન્દ્રની કામવાસનાની સૌથી પ્રસિધ્ધ કથા ગૌતમ ઋષિની પત્ની અહલ્યાની છે. ઈન્દ્રના શરીર પર હજાર આંખ છે એટલે એને સહસ્ત્ર આંખવાળો કહેવામાં આવે છે. આ આંખો કામ વાસનાનું પ્રતીક છે. બ્રહ્માજીએ જ્યારે સુંદ-ઉપસુંદ નામના રાક્ષસોને મોહિત કરવા માટે વિશ્ર્વકમર્નિે સૃષ્ટિની સૌથી સુંદર ક્ધયા બનાવવાનું કહ્યું. વિશ્ર્વકમર્એિ જગતની તમામ સુંદર ચીજોમાંથી તલ-તલ જેટલી સુંદરતા લઈને એક અપ્રતિમ સુંદર ક્ધયાનું સર્જન કર્યું. શરીરે તલ મૂકાય એટલી જગ્યા પણ ખાલી ન રહે તે માટે સૌંદર્ય રત્નો જડયા હોવાથી આ સુંદરી તિલોત્તમા કહેવાઈ. ઈન્દ્રએ જ્યારે તિલોત્તમાને જોઈ ત્યારે તેની હજાર આંખો ફાટી રહી. સુંદ-ઉપસુંદ રાક્ષસો આ ક્ધયાને પામવા આપસમાં લડયા અને મોતને ભેટયા. આ ક્ધયા ઈન્દ્રલોકની સૌથી સુંદર અપ્સરા કહેવાય છે. આવો કામુક ઈન્દ્ર એક વખત ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને જોઈને કામથી પાગલ બની ગયો. તેણે માયાથી ગૌતમ ઋષિનું પ લીધું અને અહલ્યાને ભ્રષ્ટ કરી. અચાનક આવી ચડેલા ગૌતમ ઋષિએ અહલ્યાને પથ્થરની શીલા બની જવાનો શાપ આપ્યો અને ઈન્દ્રને એવો શાપ આપ્યો કે તું કામ વાસનામાં આટલો લોલુપ છે એટલે તારા શરીર પર હજાર યોનીઓ ફૂટી નીકળશે.

ઈન્દ્રના શરીર ઉપર હજાર સ્ત્રીયોનીઓ ફૂટી નીકળ્યા. લજ્જિત થયેલા ઈન્દ્રએ ઋષિને કરગરીને શાપ પાછો લેવા વિનંતી કરી. ગૌતમ ઋષિએ શાપ પાછો તો ન ખેંચ્યો પણ તેમાં મોડિફિકેશન કરી આપ્યું. તેણે ઈન્દ્રના શરીર પરની હજાર યોનીઓને હજાર આંખ બનાવી દીધી. ત્યારથી ઈન્દ્ર હજાર આંખવાળો બન્યો.નેગેટિવ વૃત્તિઓની બાબતમાં ઈન્દ્ર સામાન્ય માણસથી પણ ખરાબ હોવા છતાં તેને સ્વર્ગનો અધિપતિ કહેવાયો છે. વિષ્ણુનો મોટોભાઈ ગણાવાયો છે. કૃષ્ણએ ગોવર્ધન પર્વતની પૂજા શ કરાવી અને ઈન્દ્રની પૂજા બંધ કરાવી એટલે ધાયર્િ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે ઈન્દ્ર ક્રોધે ભરાયો. પોતે વરસાદનો દેવ એટલે તેણે મેઘોને આજ્ઞા આપી કે તમે અનરાધાર વરસો અને ગોવાળિયાઓ જે ગાયોને કારણે આજિવિકા પામી શકે છે તે ગાયોને પીડા પહોંચાડે. વરસાદ અને પવનથી ગાયો અને ગોવાળોનો સંહાર કરી નાખો. નિર્દોષ ગોવાળો અને ગાયોનો સંહાર કરવા સુધીની કક્ષાએ ઈન્દ્ર જઈ શકે છે. ઈન્દ્રની આજ્ઞા થતાં પ્રચંડ મેઘ વ્રજ પર ચડી આવ્યા. ઈન્દ્રએ મોકલેલા મેઘ એવા પ્રલયકારી થઈને વરસ્યા કે સમગ્ર વૃજ-વૃંદાવન જળબંબોળ થઈ ગયા. દિવસે અંધકાર છવાઈ ગયો. જાણે સમુદ્રએ ગળી લીધું હોય એવું વ્રજ ભાસવા માંડયું. વરસાદ પણ કેવો ? વાંસ જેવી જાડી અને લાંબી ધારાએ વરસતો વરસાદ. જાણે હાથીની સૂંઢ હોય તેવી પ્રચંડ ધારાઓ. જાણે મોટાં મુસળ હોય તેવી ધારાઓ. આ અતિવૃષ્ટિનું અદ્ભૂત વર્ણન પુરાણોમાં આલેખાયું છે. ભયાનક મેઘતાંડવ અને પવનથી ગાયોના મોત થવા માંડયા, વાછરડાંઓ ટપોટપ મરવા માંડયા, ગોપજનો ત્રાહિમામ પોકારી ગયા. ઈન્દ્ર ઠે ત્યારે તે તો પ્રલય જ વરસાવે ને.

વ્રજવાસીઓ પર જે સંકટ આવ્યું તેના માટે કૃષ્ણ જવાબદાર હતા. તેમણે જ ઈન્દ્રયાગ અટકાવ્યો હતો અને એની સજા કરવા ઈન્દ્ર બારેમેઘ ખાંગા કરી રહ્યો હતો. આ સ્થિતિમાં ગોપજનોનું અને ગાયોનું રક્ષણ કરવાની જવાબદારી પણ કૃષ્ણની જ હતી. કૃષ્ણએ ગોવર્ધન પર્વતને જ બે હાથે પકડીને ઉપાડી લીધો અને તેના પોલાણમાં ગોવાળિયા તથા ગાયોને આશરો આપ્યો. પોતાના ડાબા હાથની ટચલી આંગળીના ટેરવાં પર તેમણે ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ધારણ કરી રાખ્યો. કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો તેનાથી જે પોલાણ બન્યું તેનો વિસ્તાર હરિવંશમાં જણાવાયો છે. કૃષ્ણએ પોતે જ કહ્યું છે, ગોવર્ધન પર્વતમાં તમારા માટે મેં તૈયાર કરેલું આ નિવાસસ્થાન પાંચ કોશ લાંબું અને એક કોશ પહોળું છે. એક કોશ એટલે અંદાજે બે માઈલનું માપ થાય. એક કોશ એટલે યોજનનો ચોથો ભાગ. આઠ હજાર હાથ લંબાઈ એટલે એક કોશ એવા અર્થ ભગવદ્ ગોમંડળમાં અપાયા છે. અથર્ત્િ તે નિવાસસ્થાન દસ માઈલ લાંબું અને એક માઈલ પહોંળું હતું. એક ગુજરાતી વિદ્વાને એવું લખ્યું છે કે, કોશ બહં નાનું માપ છે, તે જ્ઞાની પુરુષ કોશને ખેતર ખેડવાના હળના પાનાં તરીકે કે જમીન ખોદવા માટે વપરાતી કોશ, જે ત્રણેક ફૂટની લંબાઈની હોય છે તે માની બેઠા છે.

ગોવર્ધન પર્વતને હાથથી ઉઠાવી લેવા બાબતે છેક કૃષ્ણના સમયથી અત્યાર સુધી શંકાઓ થતી રહી છે. પહેલ વહેલી શંકા કૃષ્ણના જ ફઈના દીકરા અને આજન્મ વેરી શિશુપાલે ઉઠાવી હતી. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે કૃષ્ણની અગ્રપૂજા થઈ તેનાથી ઉશ્કેરાયેલા શિશુપાલે કૃષ્ણ અંગે જે અપવચનો કહ્યાં તેમાં પૂતના નામની પંખીણીને મારી નાખે, લાકડાનું ગાડું ઉંધું વાળ્યું એમાં કૃષ્ણએ શી મોથ મારી એવું કહેતા ઉમેર્યું હતું કે રાફડા જેવા ગોવર્ધન પર્વતને ઉઠાવી લીધો તેમાં શી મોટી વાત છે ? વાલ્મિકીમાત્ર શબ્દ વાપર્યો છે શિશુપાલે. વલ્મીક એટલે રાફડો. આમ પણ ગોવર્ધન પર્વત દસ માઈલ લાંબો અને બે માઈલ પહોળો નથી. વિદ્વાનો કહે છે કે પહાડને ઉંચકી લેવામાં આવે તો ખાડો પડે અને તેમાં તો વરસાદનું પાણી ભરાઈ જાય. ભાગવતમાં ખાડો શબ્દ વાપરવામાં આવ્યો છે, ગિરિગર્ત. ભાગવતમાં કૃષ્ણએ એક હાથથી જ પર્વતને ઉખેડી લીધો અને સાત દિવસ અને સાત રાત સુધી આંગળીના ટેરવે ધારણ કરી રાખ્યો એમ કહેવાયું છે. હરિવંશમાં આ વર્ણનમાં કૃષ્ણએ બન્ને બાહઓ વડે પર્વતને પકડીને ઉખાડયો અને વરસાદ તથા પવનથી બચાવી શકે તેવું આશ્રયસ્થાન બનાવી દીધું. ગોવાળોના ટોળેટોળાંએ પોતાના પશુઓ અને ગાડાં લઈને, ઘરવખરી સહિત પર્વતની ગુફામાં પ્રવેશ કર્યો એવું કહ્યું છે. હરિવંશમાં ગોવર્ધન પર્વત ઉંચકાવાથી ઘરના છાપરાં જેવું બની ગયું, પર્વતે પોતે છાપરાં તરીકે કામ આપીને વરસાદ તથા પવનથી ગોવાળોને બચાવ્યા એવું કહ્યું છે. ભાગવત અદ્ભૂત કાવ્ય છે. કાવ્યમાં છંદમાં ગોઠવવા માટે કયારેક શબ્દોનો અલગ ઉપયોગ કરવો પડે એટલે ગિરિગર્ત શબ્દ વાપરવો પડયો હોય એવી સંભાવના વધુ છે. ગોવર્ધન પર્વતને ઉઠાવી લેવા બાબતે કોઈ ગ્રંથમાં કોઈ વિસંગતિ નથી. કૃષ્ણ સાત દિવસ પર્વતને ધારણ કરીને ઉભા રહ્યા એ બાબતે પણ કોઈ મતભેદ નથી. હા, આ ઘટના લોક સાહિત્યમાં આવી ત્યારે તેમાં થોડું ઉમેરણ થયું સ્વાભાવિક છે. એક બહં જ મીઠું ઉમેરણ થયું છે. બહં જ પ્યારું. લોકકથાઓમાં કહેવાયું છે કે કૃષ્ણએ ડાબા હાથની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ધારણ કરી રાખ્યો ત્યારે ગોવાળોએ પોતાની લાકડીઓ દ્વારા ટેકા આપ્યા. કૃષ્ણ જેવા મહાપરાક્રમી અને ઈશ્ર્વરના અવતાર પણ સામાન્ય માનવીની મદદ લે એ કેવી સુંદર કલ્પ્ના છે. આ ઉમેરણથી આ કથા વધુ અર્થપૂર્ણ બની છે. યાદળોને એક કરીને ભારતવર્ષના અજેય યોધ્ધાઓ બનાવનાર કૃષ્ણએ સંગઠનની શઆત ગોવર્ધન ધારણ કર્યો ત્યારથી કરી હતી એવું આ કથા પરથી કહી શકાય.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application