કોડીનારમાં સેંકડો વૃક્ષો અને વીજપોલ ધરાશાયી વાહન વ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાયો

  • May 19, 2021 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડું સોમવારે રાત્રે કોડીનારથી ૪૦ કિ.મી. દૂર આવેલ ઉનામાં ટકારાતા તેની અસર સ્વ‚પે કોડીનારમાં ૧૩૦ કિ.મી. ઝડપે ભારે તોફાની પવન ફુંકાતા કોડીનાર તાલુકામાં સેંકડો વૃક્ષ, વીજપોલ ધરાશાઈ થતા વાહન વ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સદનશીબે ભારે પવન છતાં કોઈ મોટી જાનમાલની નુકસાની ન થતા તંત્ર અને તાલુકાના લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.


કોડીનારમાં ૧૩૦ કિ.મી. તોફાની ઝડપે ફુંકાયેલા પવનને કારણે ખેતરોમાં મોટાભાગના ખેતીના પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું છે તેમજ કેસર કેરીના પાકનો સોથ વળી જતા બાગ માલિકો અને ઈજારદારોની હાલત ભારે કફોડી બની છે તેમજ કોડીનાર તાલુકાના બંદર વિસ્તારો જેવા કે કોટડા, માઢવડ, મુળદ્વારકામાં ભારે પવનદ અને મોજાની થપાટથી અનેક મકાનો ધરાશાઈ થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેમજ દરિયાઈ કાંઠા વિસ્તારોમાં અનેક મકાનોના પતરા ઉડી જવા પામ્યા છે. શહેરમાં નવી બનેલી કોવિડ હોસ્પિટલમાં અને સ્થળાંતર કરાયેલ પોલીસ સ્ટેશન જવાના માર્ગ ઉપર અનેક વૃક્ષો દરાશાઈ થવાના કારણે આવવા જવાનો રસ્તો બંધ થતાં લોકોની હાલત દયનિય બની હતી. જો ક, તાત્કાલિક અસરથી વૃક્ષો દૂર કરી રોડ ચાલુ કરાયો હતો તેમજ અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ થવાના કારણે ૪૫ જેટલા ગ્રામ્ય વિસ્તારોને કોડીનાર તાલુકા સાથે જોડતા મોટાભાગના રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થતા એનડીઆરએફ અને આરએમડી વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવી વાહન વ્યવહાર ફરી શ‚ કરવા કામગીરી હાથ ધરી છે.કોડીનાર હેરમાં પણ અનેક સોસાયટી વિસ્તારોમાં વીજપોલ પડી જવાના કારણે કોડીનાર શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. કોડીનાર શહેર અને તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ જતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. કોડીનારમાં અંદાજિત ૧૩૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા પણ પવન સાથે ભારે વરસાદ ન હોવાના કારણે મહદઅંશે મોટી નુકસાનમાંથી બચી ગયા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કોડીનાર તાલુકામાં વાવાઝોડાને ધ્યાને લઈ મામલતદાર ટીડીઓ પોલીસ તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાઉન્ડ ધ કલોક ખડેપગે રહી બચાવ કામગીરી કરી રહ્યા છે.

તારાજીના પગલે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો કાફલો દોડી આવ્યો
કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી આફતનો ચિતાર મેળવવા રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી ગયા હતા. જેનો રિપોર્ટ મુખ્યમંત્રીને દર્શાવી તેમને પણ કોડીનારની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ તકે હાજર રહેલા કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમારે સમગ્ર વિસ્તારમાં બાગાયતી પાકો જેવા કે કેરી, કેળા, નારિયેળી તેમજ ઉનાળો પાકો મગ, અડદ, તલના પાકોને થયેલ મોટા પ્રમાણમાં નુકસાનની મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે વિસ્તૃત ચર્ચા કરી નુકસાનીનો સર્વે કરી જ‚રી સહાય ફાળવવા માગ કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS