૪૫નાં મોત: તાઉતે વાવાઝોડાએ વેર્યેા વિનાશ

  • May 19, 2021 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬૩૫ જેટલા પશુઓ પણ માર્યા ગયા

 


તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠે જાનમાલ ની મોટાપાયે ખાના ખરાબી સર્જી છે આ તાઉતે વાવાઝોડાના કારણે ૪૫ લોકોના મોત અને ૬૩૫ જેટલા પશુઓ એ જાન ગુમાવયા છે. વાવાઝોડા દરમિયાન સૌથી વધુ માનવ મૃત્યુ અમરેલી જિલ્લામાં ૧૫ નોધાયા છે. વાવાઝોડાના પરિણામે ૬૩૫ મુલાકાત ઢોરનો ભોગ લેવાયો છે.ખેતી વાડી અને માલમિલકત ને કરોડોનુ નુકશાન થવા પામ્યુ છે.

 


સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલીના ૧૫, ગીર સોમનાથમાં ૮, ભાવનગરમાં ૮, અમદાવાદમાં ૫, ખેડામાં ૨, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલ જિલ્લામાં એક–એક લોકોએ જીવ ગુમાવ્યા છે.

 


આ મૃત્યુમાં ઝાડ પડવાથી છ લોકો,મકાન પડવાથી પાંચ લોકો, વીજળીનો કરટં લાગવાથી પાંચ લોકો, દિવાલ પડવાથી ૨૪ લોકો અને મોબાઇલ ટાવર ના કારણે એક વ્યકિતએ જીવ ગુમાવ્યો છે.

 


સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠે ત્રાટકેલા અતિશય શકિતશાળી  તાઉતે વાવાઝોડા ના પરિણામે બાગાયતી પાક કેરી, કેળ, નાળયેરી,તાડીને વ્યાપક નુકસાની થઈ છે. મગ, અડદ, તલ ,ડુંગળી,જેવા  ઉનાળુ પાકોના સોથ વળી ગયો છે. બાગાયતી અને ખેતીના પાકોને કરોડોનું નુકસાન થયું છે.૧૬૦૦૦થી વધુ કાચા–પાકા મકાન ,ઝુંપડા ને નુકસાન થયુ છે. આ તમામ જગ્યા નો સર્વે ટૂંક સમયમાં શ કરી દેવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાન બદલ વળતર ચુકવવાનો નિર્ણય રાય સરકાર દ્રારા કરી દેવામાં આવ્યું છે.
આ ખાના–ખરાબી બદલ રાય સરકાર દ્રારા ઘરવખરી સહાય, કેશડોલ, કાચા –મકાન, પાકા મકાન તૂટવા,  બાગાયતી પાક અને ખેતીના પાકને નુકશાની ને લઈને સર્વેની કામગીરી આજથી શ કરવામાં આવનાર છે.આ માટે રાયના મહેસૂલી અધિકારીઓ ,પંચાયત અધિકારીઓ અને બાગાયત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
માનવ મૃત્યુ અને પશુ મૃત્યુ ના કિસ્સામાં એસડીઆરએફ નોમસ મુજબ સહાય ચૂકવવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

 

 

વાવાઝોડાના પરિણામે થયેલા નુકસાનનું તાત્કાલિક કરો સર્વે . મંત્રી કૌશિકભાઈ પટેલ
વાવાઝોડા માં થયેલા નુકશાન ને લઈને ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ મ ની મુલાકાત મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે લીધી હતી .આ મુલાકાત દરમિયાન તેમણે તમામ જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને કેટલાક આદેશો આપ્યા હતા અને વર્તમાન સ્થિતિનો કયાસ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ના આદેશ ના પગલે જે જિલ્લામાં ખેતીવાડી, માનવ મૃત્યુ પશુ મૃત્યુ કે અન્ય નુકશાન ની વિગતો મેળવી સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવા માં આવે તેવા આદેશ ના પગલે આજે તમામ જિલ્લા કલેકટર સાથે વાત કરી આજ થી જ સર્વે ની કામગીરી ચાલુ કરવામાં આવશે.

 

કયાં કેટલા મોત
અમરેલીમાં ૧૫ મોત (જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ મોત થયા)
ભાવનગરમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા)
ગીર સોમનાથમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા)
અમદાવાદમાં ૫ મોત ( જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી ૧ નુ મોત)
ખેડામાં ૨ ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)
આણંદમાં ૧ મૃત્યુ વીજ કરંટથી
વડોદરામાં ૧ મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી)
સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી
વલસાડમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી
રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી
નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી
પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS