હૈદરાબાદનો અંતિમ ઓવર્સમાં ધબડકો, બેંગલોરનો રોમાંચક વિજય

  • April 15, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી સિઝનમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છ રને રોમાંચક વિજય નોંધાવ્યો હતો. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ ભારે રસાકસી ભરેલી રહી હતી. જેમાં અંતિમ ઓવર્સમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બોલર્સે અદ્દભુત પ્રદર્શન કરીને હૈદરાબાદના હાથમાંથી વિજય છીનવી લીધો હતો.

 

 

હૈદરાબાદે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મેક્સવેલે રમેલી 59 રનની આક્રમક ઈનિંગ્સની મદદથી બેંગલોરે નિધર્રિીત 20 ઓવરમાં 8 વિકેટે 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદ પાસે વિજયની તક હતી પરંતુ બેંગલોરના બોલર્સે તેમ થવા દીધું ન હતું. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન નોંધાવી શકી હતી અને તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટીમ માટે કેપ્ટન ડેવિડ વોર્નરે સૌથી વધુ 54 રન ફટકાયર્િ હતા.

 


150 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની શરૂઆત નિરાશાજનક રહી હતી અને રિદ્ધિમાન સહા ફક્ત એક રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, કેપ્ટન ડેવિડ વોર્નર અને મનિષ પાંડેએ બાજી સંભાળી હતી. આ જોડીએ 83 રનની ભાગીદારી નોંધાવી હતી. પાંડેએ 39 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 38 રન નોંધાવ્યા હતા. જ્યારે વોર્નરે પોતાની અડધી સદી પૂરી કરી હતી અને 37 બોલમાં 54 રન ફટકાયર્િ હતા જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.

 


વોર્નર અને મનિષ પાંડે રમી રહ્યા હતા ત્યારે હૈદરાબાદ આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ બંને બેટ્સમેનો આઉટ થયા બાદ બેંગલોરના બોલર્સે વળતી લડત આપી હતી. તેમની શાનદાર બોલિંગ સામે હૈદરાબાદનો એક પણ બેટ્સમેન વધારે સમય ટકી શક્યો ન હતો. જોની બેરસ્ટો 12 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે વિજય શંકર ફક્ત ત્રણ રન નોંધાવીને પેવેલિયન પર ફર્યો હતો. અંતિમ ઓવરમાં હૈદરાબાદને 16 રનની જરૂર હતી પરંતુ હર્ષલ પટેલે તેનો બચાવ કર્યો હતો. બેંગલોર માટે શાહબાઝ અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ પોતાના નામે કરી હતી. કાયલે જેમિસનને એક સફળતા મળી હતી.

 


બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન ટુનર્મિેન્ટમાં ઓપનિંગ કરી રહ્યો છે. કોહલીએ દેવદત્ત પડિક્કલ સાથે ઈનિંગ્સની શરૂઆત કરી હતી. કોહલીએ મક્કમ બેટિંગ કરી હતી પરંતુ પડિક્કલ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. 13 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 11 રન નોંધાવીને તે ભુવનેશ્વર કુમારના બોલ પર આઉટ થયો હતો. જ્યારે શાહબાઝ અહેમદ 10 બોલમાં 14 ર નોંધાવીને આઉટ થયો હતો. જોકે, કોહલીએ મક્કમ બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 33 રન નોંધાવ્યા હતા.

 


કોહલી આઉટ થયા બાદ ટીમના સ્કોરને આગળ ધપાવવાની જવાબદારી ગ્લેન મેક્સવેલે ઉપાડી લીધી હતી. મેક્સવેલ એક છેડો જાળવી રાખીને આક્રમક બેટિંગ કરી રહ્યો હતો પરંતુ કોહલી બાદ અન્ય કોઈ ખેલાડી તેને સાથ આપી શક્યો ન હતો. ટીમનો સ્કોર 91 રન હતો ત્યારે કોહલી આઉટ થયો હતો અને ત્યારબાદ ટીમનો સ્કોર 109 પર પહોંચ્યો ત્યાં સુધી બેંગલોરની બીજી ત્રણ વિકેટ પડી ગઈ હતી. એબી ડી વિલિયર્સ એક, વોશિંગ્ટન સુંદર 8 અને ડેનિયલ ક્રિશ્ચિયન એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. જ્યારે કાયલે જેમિસને 12 રનનું યોગદાન આપ્યું હતું. મેક્સવેલ ઈનિંગ્સના અંતિમ બોલ પર આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 59 રન ફટકાયર્િ હતા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS