ક્રિકેટ સટ્ટો રમવા માટે આઈ.ડી. આપ્નાર સુરતનો શખસ ઝડપાયો

  • April 04, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિકેટ સટ્ટા માટે આઈડી આપવાના બે ગુનામાં ફરાર હતો: ક્રાઈમ બ્રાન્ચે આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો

 


ક્રિકેટ સટ્ટો રમવા માટે મોબાઇલ આઈ.ડી આપ્નાર સુરતના શખસને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો અલગ અલગ બે ગુનામાં આ શખ્સોના નામ ખુલ્યા બાદ તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.

 


ત્રણ મહિના પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે મોબાઇલ ફોનની આઇડી પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં બે શખસો વિદ્યાનગરના રવિ ઝીંઝુવાડીયા અને ઉમરાળીના યોગેશ જળુ તથા મુકેશ આગરીયાને પકડ્યા હતા.

 


દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.કે.ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ જયેશભાઇ નિમાવત અને હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી
આ શખસોને જૂગાર રમવા માટેની આઇડી આપ્નાર જયદિપ જોરૂભાઇ ધાંધલ (ઉ.24-રહે. વિઠ્ઠલનગર ગુરૂનગર વરાછા રોડ સુરત, હાલ બ્રાહ્મણ સોસાયટી પાળીયાદ રોડ, બોટાદ)ને આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS