જો બાઇડેનની ભારતીયોને ભેટ, ગ્રીનકાર્ડ અંગેનો ખરડો કાયદાનું રૂપ લેશે

  • March 18, 2021 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

8 લાખ ભારતીયો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં

 


અમેરિકી પ્રમુખ જો બાઇડેનનું ઇમિગ્રેશન વિધેયક કાયદાનું રૂપ લઇ લેશે તો ગ્રીનકાર્ડ હોલ્ડર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 3,75,500નો વધારો થશે. બાઇડેનનાં આ પગલાંનો મહત્તમ લાભ ભારતીયોને થશે. ખરડો કાયદો બનશે તો એડવાન્સ ડિગ્રી ધરાવતા વધુ 80,000 કામદારોને પીઆર મળી શકશે. આ ઉપરાંત ખૂબ ઊંચું કૌશલ્ય ધરાવતા યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધકો સહિતના 78,000 ફર્સ્ટ પ્રેફરન્સ કામદારોને પણ પીઆર મળશે.

 


રોજગાર આધારિત ઇમિગ્રન્ટ્સના બેકલોગ પર નજર નાખવામાં આવે ભારતીય અરજદારોની સંખ્યા 68 ટકા અથર્તિ 8 લાખ છે. ઇમિગ્રેશન નીતિના નિષ્ણાત ડૌગ રાન્ડનું કહેવું છે કે વિધેયકની મદદથી માત્ર વિઝા કેપમાં જ વધારો થવાનો હોવાથી તમામ ગ્રીનકાર્ડની કામગીરી એક જ વર્ષમાં પૂરી નહીં થાય. જોકે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં વધુ પીઆરની જોગવાઇ આવકાર્ય છે.

 


સૂચિત વિધેયકમાં કાયમી કામદારના જીવનસાથી સગીર બાળકોનો કેપમાં સમાવેશ થતો નથી. તે ઉપરાંત અમેરિકી વિશ્વ વિદ્યાલયમાંથી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિજ્ઞાનમાં પીએચડીની પદવી મેળવી ચૂકેલાઓનો પણ કેપમાં સમાવેશ થતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application