જો ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરશે નહીં તો UAEમાં થશે ટી-20 વર્લ્ડ કપ : BCCI

  • May 01, 2021 02:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં જો કોરોના મહામારી કાબૂમાં નહીં આવે અને વર્ષના અંત સુધીમાં સ્થિતિ આવી જ રહેશે તો આ વર્ષે દેશમાં થનાર ટી20 વર્લ્ડ કપ સંયુક્ત અરબ અમીરાતમાં એટલે કે યુએઈમાં શિફ્ટ થઈ શકે છે. 

 

 

બીસીસીઆઈએ આ અંગે જાણકારી આપતા કહ્યું છે કે આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ જે રીતે કોરોનાના કેસ દેશમાં નોંધાઈ રહ્યા છે તે જોતા ભારતમાં આ વર્લ્ડ કપ થઈ શકે તેવી શક્યતાઓ ઓછી છે. 

 

 

બીસીસીઆઈના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે બોર્ડે હજુ પણ ભારતમાં વર્લ્ડ કપ થાય તેવી આશા છોડી નથી પરંતુ તેમણે સામાન્ય અને ખરાબ પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. તેના આધારે જ આગામી આયોજન નક્કી કરવામાં આવશે. 

 

 

તેમણે કહ્યું હતું કે યૂએઈને બેકઅપ વેન્યૂ તરીકે તેમણે રાખ્યું છે. પરંતુ અંતિમ નિર્ણય બીસીસીઆઈ કશે. જણાવી દઈએ કે કોરોનાના કારણે હત વર્ષે આઈપીએલનું આયોજન પણ બીસીસીઆઈએ યૂએઈમાં કર્યું હતું. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS