કોંગ્રેસ સત્તામાં આવે તો ૩૭૦ હટાવવા વિચાર કરી શકે: દિગ્વિજય

  • June 12, 2021 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગી નેતાના નિવેદન સામે ભારે હંગામો: ભાજપના પ્રવકતાએ કહ્યું સોનિયા માફી માગે: દિગ્વિજયસિંહે ભાજપ અને બજરગં દળ સામે આઈએસઆઈ માટે જાસૂસી કરવાનો આરોપ મુકયો: નવો વિવાદ

 


કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ વારંવાર વિવાદાસ્પદ નિવેદનો અને વિધાનો કરવા માટે જાણીતા છે અને ફરીવાર એમણે વિવાદીત નિવેદન કરીને જોરદાર ચર્ચા જગાવી દીધી છે અને દેશના રાજકીય આલમમાં ભારે ચકચાર મચાવી દીધી છે. દિગ્વિજયસિંહે એમ કહ્યું છે કે, કોંગ્રેસ સત્તામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં કલમ–૩૭૦ અંગે પુન:વિચાર કરી શકે છે. ઉપરાંત દિગ્વિજયસિંહે એવો આરોપ પણ મુકયો છે કે, ભાજપ અને બજરગં દળ આઈએસઆઈના જાસૂસ છે અને આઈએસઆઈ પાસેથી રૂપિયા લે છે. આઈએસઆઈ માટે બિન મુસ્લિમો સૌથી વધુ કામ કરી રહ્યા છે.

 


ભાજપના પ્રવકતા સંદીપ પાત્રાએ એમ કહ્યું છે કે, કોંગ્રેસના નેતાના આ નિવેદન બદલ સોનિયા ગાંધીએ માફી માગવી જોઈએ. દિગ્વિજયસિંહના આ પ્રકારના નિવેદન પર ભારે બબાલ મચી ગઈ છે અને સોશિયલ મીડિયામાં પર જોરદાર ચર્ચા જાગી પડી છે. ભાજપ દ્રારા કોંગ્રેસની સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

 


ભાજપના પ્રવકતા દ્રારા દિગ્વિજયસિંહના નિવેદનને ચિંતાજનક અને નિંદનીય ગણવામાં આવ્યો છે અને એમણે કહ્યું છે કે, કોંગ્રેસમાં નવ રત્ન છે જે નરેન્દ્ર મોદીના વિરોધમાં આવતા આવતા પાકિસ્તાનને ઓકિસજન આપવાનું કામ કરવા લાગ્યા છે. આ નવ રત્નોમાં દિગ્વિજયસિંહ, મણિશંકર ઐય્યર, મનિષ તિવારી, ગુલામનબી આઝાદ, સેમ પિત્રોડા, સલમાન ખૂરશીદ, શશી થરૂર, રાહુલ ગાંધી અને અધિર રંજન ચૌધરી છે.

 


દિગ્વિજયસિંહના વિવાદાસ્પદ નિવેદન અંગે કોંગ્રેસે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે અને એમ કહ્યું છે કે, આ ફકત દિગ્વિજયસિંહનો મત હોઈ શકે છે, પાર્ટીનો અભિપ્રાય નથી. દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું હતું કે, બજરગં દળ અને ભાજપ આઈએસઆઈ પાસેથી રૂપિયા લે છે. મુસ્લિમો કરતાં બિન મુસ્લિમ લોકો આઈએસઆઈ સાથે વધુ કામ કરી રહ્યા છે.

 


દિગ્વિજયસિંહે ભાજપ અને બજરગં દળ પર આઈએસઆઈ માટે જાસૂસી કરવાનો આરોપ પણ મુકયો છે અને એમ પણ કહ્યું છે કે, આરએસએસ અને બજરગં ગૌરક્ષાના નામ પર ધંધો કરી રહ્યા છે. ત્યારબાદ દિગ્વિજયસિંહના નિવેદન પર ભારે રાજકીય હંગામો શરૂ થઈ ગયો હતો અને ભાજપ દ્રારા એવી માગણી કરવામાં આવી છે કે, દિગ્વિજયસિંહના આવા નિવેદન બદલ સોનિયા ગાંધીએ માફી માગવી જોઈએ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS