ભારતની ટીમ હોકીમાં ગોલ્ડમેડલ જીતે તો દરેક ખેલાડીને ૨.૫ કરોડનું ઇનામ

  • July 31, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના રમતગમત ખાતાના પ્રધાન રાના ગુરમીતસિંહ સોઢીએ જાહેરાત કરી હતી કે ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લેનારી હોકી ટીમ જો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો રાજ્યના હોકી ટીમના દરેક ખેલાડીને ૨.૨૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. અગાઉ એમ જાહેર કરવામાં આવ્યું હતું કે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો આખી ટીમને ૨.૨૫ કરોડ રૂપિયા આપવામાં આવશે.

 

સોઢીએ જણાવ્યું હતું કે પંજાબના કુલ ૨૦ ખેલાડીમાંથી ભારતીય હોકી ટીમમાં કુલ ૧૧ ખેલાડી છે જેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. ઑલિમ્પિકમાં હોકીમાં પુરુષોની ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં જીત મેળવીને મેડલ જીતવાની આશા જગાવી છે. ભારત છેલ્લે ૧૯૮૦માં હોકીમાં મેડલ જીત્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS