ભીડ ઓછી થાય તો બીજી લહેર નબળી પડશે, મીની લોકડાઉન જરૂરી

  • April 06, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગેલેરીયા એ સંકટમાંથી ઉગારવા માટે સતત માસ્ક પહેરી રાખવા અપીલ કરી



દેશભરમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ને લીધે હાહાકાર મચી ગયેલો છે અને મૃત્યુની સંખ્યા તેમજ નવા કેસની સંખ્યામાં શંકર વધારો થયો છે અને કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારો ફરીથી ચિંતામાં મુકાઈ ગઈ છે ત્યારે એઇમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગેલેરીયા એ એમ કહ્યું છે કે જો માસ્ક પહેરવા ની સતત આદત રાખવામાં આવે અને ભીડ જરાપણ એકત્ર કરવામાં ન આવે તો ઘણો ફાયદો થશે.

 


તેમણે ખૂબ જ મહત્વની વાત કરીને કહ્યું છે કે દેશમાં પહેલાની જેમ સંપૂર્ણ લોકડાઉન રાખવાની કોઈ જરૂર નથી પરંતુ મીની લોકડાઉન આવશ્યક છે અને ખાસ કરીને જે વિસ્તારમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ હોય ત્યાં મીની લોકડાઉન હોવું જોઈએ.

 


એમણે એમ કહ્યું છે કે કોરોના ની બીજી લહેર પણ નબળી પડી જશે અને ખૂબ જ ઓછું નુકસાન થશે પરંતુ તેના માટે દરેક શહેર અને ગામડામાં કોઈપણ જગ્યાએ ભીડ એકત્ર થવી જોઈએ નહીં. જો આ નિયમનું ગંભીરતાથી પાલન કરવામાં આવે તો દેશમાં મૃત્યુના દરમાં પણ ભારે ઘટાડો થઈ શકે એમ છે.

 


એમણે કહ્યું કે કોરોનાવાયરસ ની બીજી લહેર માંથી પણ લોકો બચી શકે છે પરંતુ કોરોનાવાયરસ માટેના જે નિયમો છે તે પૈકીના બે મુખ્ય નિયમોનું ગંભીરતાથી પાલન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

 


માસ્ક પહેરવા માં લોકો જરા પણ ગફલત કે આળસ ન કરે અને એ જ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શહેરમાં કોઈ પણ બજારમાં જરા પણ ભીડ એકત્ર કરવામાં ન આવે તો બીજી લહેર પણ લોકોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં અને કેસમાં પણ ઘટાડો થશે તેમ જ મૃત્યુ દર પણ ઘટી જશે તેમાં કોઈ શંકા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS