જીવનમાં સફળ થવા માંગતા હોય તો આ આદતો નિવારો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં સફળતા મેળવવામાં આવે પરંતુ કેટલીક આદતોના કારણે તે વ્યક્તિ સફળ થઇ શકતો નથી.

 

આચાર્ય ચાણક્યની નીતિઓ અનુસાર કેટલીક આદતો એવી હોય છે જે વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓ થી ભરી દેતી હોય છે. જો આ તને છોડી દેવામાં આવે તો તે વ્યક્તિને સફળ થતાં કોઇ રોકી શકે નહીં.

 

તેમણે જીવનને પ્રભાવિત કરનારી કેટલીક ચીજોનો ગહન અભ્યાસ કર્યો હતો તેમજ તેઓની નીતિ માં દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે તો આવો આજે જાણીએ કે એવી કઈ આદતો છે જે વ્યક્તિને જીવનમાં મુશ્કેલી લાવતી હોય છે, અને તેને નિવારવી જરૂરી છે.


આચાર્ય ચાણક્યની નીતિઓ પ્રમાણે કોઇપણ વ્યક્તિની ટીકા કરવાની આદત વ્યક્તિની સફળતામાં બાધારૂપ બને છે બીજાની ટીકા કરનાર વ્યક્તિ પોતાનું જ નુકસાન કરે છે વ્યક્તિએ બીજાની ટીકા કરવાથી દૂર રહેવું જોઈએ.

 

આ ઉપરાંત ખોટું બોલનાર વ્યક્તિ નો કોઈ સાથ આપતું નથી જેથી વ્યક્તિમાં આ આદત હોય તો જીવનમાં સફળતા મળતી નથી કોઈપણ ને ખોટું બોલનારા વ્યક્તિ થી દૂર રહેવું જોઈએ અને સચ્ચાઈ ના માર્ગ પર ચાલવું જોઈએ.

 

લાલચ કરનાર વ્યક્તિ વધારે મેળવવાની ઈચ્છા માં ખોટા રસ્તે ચડી જતો હોય છે ખોટા રસ્તે ચાલનાર વ્યક્તિ કોઈની ઈજ્જત કરી શકતો નથી. લાલચુ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી સફળ થવા નો મતલબ માત્ર ધન-દોલત કમાવાની સાથે નથી.  આચાર્ય ચાણક્યની નીતિ પ્રમાણે સફળ વ્યક્તિ તે છે જેનું સમાજમાં માન-સન્માન હોય.


કોઈપણ વ્યક્તિએ સામેની વ્યક્તિને ક્યારેય નબળી માનવી જોઈએ નહીં આચાર્ય ચાણક્ય અનુસાર કોઈ પણ વ્યક્તિ નબળી હોતી નથી દરેક વ્યક્તિનું સન્માન કરવું જોઈએ તેમજ દરેક વ્યક્તિ સાથે સારૂ વર્તન કરવું જોઈએ.

 

આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિમાં અહંકાર ની ભાવના ન હોવી જોઈએ અહંકારી વ્યક્તિ નો કોઈ સાથ આપતું નથી વ્યક્તિને અહંકારથી પોતાને દૂર રાખવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application