દિલ્હીમાં રોજ ૪૫ હજારથી વધુ કોરોનાના કેસ આવી શકે છે, આઈઆઈટી દ્વારા દિલ્હી સરકારને અપાઈ ચેતવણી

  • May 29, 2021 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 નવી દિલ્હીમાં કોરોનાવાયરસ મહા મારીની અસર ઓછી થઈ રહી છે અને મુખ્યમંત્રી કેજરીવાલે એવી જાહેરાત કરી છે કે સોમવારથી તબક્કાવાર દિલ્હીને ખોલવામાં આવશે પરંતુ આઈ.આઈ.ટી ના નિષ્ણાંતોએ દિલ્હી સરકારને એવી ચેતવણી આપી છે કે ત્રીજી લહેરમાં દિલ્હીમાં દર રોજ ૪૫ હજારથી વધુ કેસ આવી શકે છે.

 

નિષ્ણાંતોએ દિલ્હી સરકારને અત્યારથી જ તૈયારીમાં લાગી જવાની સલાહ આપી છે નહીતર ભયંકર પરિસ્થિતિ ઉભી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એમણે કહ્યું છે કે ૯ હજારથી વધુ દર્દીઓને દરરોજ તત્કાળ દવાખાને દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ પણ ઉભી થઇ શકે છે.

 

આ ભયંકર પ્રકારના પડકારને પહોંચી વળવા માટે દિલ્હીને દરરોજ 944 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડવાની છે. આઈ.આઈ.ટી નો આ રિપોર્ટ દિલ્હી હાઇકોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યો છે.

 

દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને એવી સૂચના આપવામાં આવી છે કે જે પ્રકારની ભલામણ કરવામાં આવી છે અને જે ખતરો દર્શાવવામાં આવ્યો છે તેની સામે અગાઉથી કેવી તૈયારી કરવામાં આવી છે અને શું પગલાં લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

 

જોકે ગઈ કાલે મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે દિલ્હીને સોમવારથી તબક્કાવાર હળવે હળવે ખોલવામાં આવશે અને ખતરો ઓછો થઈ ગયો છે ત્યારે લોકોને થોડીક છૂટછાટ આપવામાં આવશે.

 

નવી ચેતવણી બાદ દિલ્હીની સરકાર કેવા પગલાં લે છે અને હાઇકોર્ટ ને કેવી માહિતી આપે છે તે જોવાનું રહેશે અને જે પ્રકારનો ખતરો દર્શાવવામાં આવ્યો છે તેને જોતાં દિલ્હીની સરકાર આગામી દિવસોમાં મોટા સંકટનો સામનો કરી શકે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS