કોરોનાની સુનામીને રોકવા આજે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

  • April 09, 2021 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃપ ઓફ મીનીસ્ટરની બેઠક યોજાશે



દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. રોજ એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કર્યો હોય પરંતુ બગડતી સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આજે એક હાઈ લેવલની બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક કોરોના સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ સાથે કરવામાં આવશે.

 


કોરોના વયારસે દેશની હેલ્થ સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. હોસ્પિટલ પહોંચનારા દર્દીઓનો આંકડો દરરોજ વધી રહ્યો છે. એકલા દિલ્હીની વાત કરીએ તો 19 નવેમ્બર બાદ રાજધાનીમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7437 કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. દિલ્હી એમ્સમાં 10 એપ્રિલથી માત્ર ઈમરજન્સી સર્જરી જ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS