રાજકોટમાં ત્રણ વેપારી પાસેથી ૨,૧૮,૯૬૨ના માસ્ક સેનેટાઈઝર ઝડપાયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં અલગ–અલગ વેપારીઓ દ્રારા સેનેટાઈઝર અને માસ્કનું કાળા બજારમાં વેચાણ થાય છે અને સંગ્રહખોરી કરવામાં આવે છે તેવી ચોક્કસ માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓને સાથે રાખી અલગ–અલગ ત્રણ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં કુલ પિયા ૨૧૮૯૬૨ નો મુદ્દામાલ કબજે કરી ત્રણ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


કાલાવડ રોડ પર પ્રિન્સેસ સ્કૂલની સામેના ભાગે આવેલ હેલ્થ કેર ફાર્મામા ચેકિંગ હાથ ધરાયું હતું અને ત્યાંથી ડોકટરો જેનો ઉપયોગ કરતા હોય છે તેવા વી–૯૫ પ્રકારના પિયા ૫૦ હજારની કિંમતના માસ્ક મળી આવ્યા હતા. બજારમાં આ માસ્કની કિંમત પિયા ૧૨૫ આસપાસ હોય છે પરંતુ આ વેપારી દ્રારા પ્રિન્ટેડ ભાવ કરતાં પણ વધુ પિયા ૪૦૦ જેટલા લેવાતા હોવાનું ખુલતાં પેઢીના હિતેશ જનકભાઇ સાતા,અજયભાઈ ગઢવી અને પ્રતીક રાઠોડ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. બાદમાં પુરવઠા અને પોલીસ વિભાગની ટીમ ભીલવાસ ચોકમાં આવેલ શ્રી હરિ સજીર્કલમા ત્રાટકી હતી અને ત્યાંથી પિયા ૪૫,૭૬૨ નો મુદ્દામાલ કબજે કરી મયુર ઘનશ્યામભાઈ સાવલિયા અને બિપીન કોટેચા સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કરણપરા માં આવેલ કેર એન્ડ કયોર નામના મેડિકલ સ્ટોરમાં તપાસ કરાતા ત્યાંથી પિયા ૧૨૩૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી કલ્પેશ ચિતલીયા નામના વેપારી સામે આગળની કાર્યવાહી કરી છે.


ચેકિંગની આ કાર્યવાહીમાં પુરવઠા ઇન્સ્પેકટર હસમુખ પરસાણીયા, કિરીટભાઈ ઝાલા, નિલેશભાઈ ધ્રુવ,સહિતનાઓ જોડાયા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application