ભુજમાં જુગાર સંચાલકોએ વેપારી પિતા–પુત્ર ઉપર હુમલો કર્યેા

  • November 25, 2020 09:45 AM 350 views

ભુજ શહેરના મોબાઇલ હબ ગણાતા એવા જનતા ઘર હોટેલની પાછળ લાંબા સમયથી ચાલતા ચકલા પોપટના જુગાર પર સ્થાનિક પોલીસની મીઠી નજરને કારણે લોહી રેડાયું હતું. કોમ્પ્લેક્ષમાં પેઢી ધરાવતા પિતા–પુત્ર પર જુગારના ગોરખ ધંધાર્થીઓએ હત્પમલો કરતા ચકચાર મચી ગઇ છે.


પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, જનતાઘર નીચે પેઢી ચલાવતા સામાજીક અગ્રણી એ. વાય. આકબાની અને તેના પુત્ર પર ચકલા પોપટના સંચાલકોએ હત્પમલો કર્યેા હતો. લાંબા સમયથી ચાલતા આ જુગાર ધામને કારણે નીતનવા લોકો અહીં આવે છે જેથી સામાન્ય માણસ અને મહિલાઓને આ વિસ્તારમાં પસાર થવામાં મુંઝવણ ઉદભવે છે જેથી સામાજીક અગ્રણીએ વાંધો ઉઠાવ્યો હતો.


જુગારના સંચાલકોએ મનદુ:ખ રાખી ભરબપોરે આકબાની સાથે ઝપાઝપી કરીને મુઋઢ માર માર્યેા હતો તો તેમના પુત્ર તૌશીફ આકબાનીને પથ્થર અને લાકડીથી માર મારતા લોહી રેડાયું હતું જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે એ–ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ભોલુ કુંભાર અને આરીફ ઘાંચીની મોડી રાત્રે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application