ભુજમાં ખિલખિલાટની વેન જજની કારમાં અથડાઇ

  • November 25, 2020 09:45 AM 142 views

ભુજના યુબિલી ગ્રાઉન્ડ નજીક રાજય સરકારની ખિલખિલાટ વાહનના ચાલકે બેદરકારી પુર્વક વાહન હંકારી અધિક સેશન્સ જજની કારને ટક્કર મારી નુકસાન પહોંચાડતા કમાન્ડોએ વાહન ચાલક સામે ફોજદારી નોંધાવી હતી. ભુજના અધિક સેશન્સ જજ ચિરાગકુમાર એમ. પવારના કમાન્ડો અને એએસઆઇ ગોપાલભાઇ ફફલે ખિલખિલાટ વાહનના ચાલક અનિલ હરીગીરી ગોસ્વામી (રહે. ગણેશનગર, ભુજ)વાળા સામે બી–ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. સોમવારે બપોરે અઢી વાગ્યે યુબિલી સર્કલ નજીક સેશન્સ જજની મારૂતી સ્વિફટને ખિલખિલાટ ઇકો વાહનના ચાલકે ટક્કર મારી ૩૦ હજારનું નુકસાન પહોંચાડયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application