ગુજરાતમાં કાલથી વરસાદ ભૂક્કા કાઢશે: હવામાન ખાતું

  • July 12, 2021 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે પરંતુ કાલથી વરસાદનું જોર વધશે અને તેના વિસ્તારમાં પણ વધારો થશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે.

 

 

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં લો પ્રેસર સર્જાવા પામ્યું છે અને તેને સંલ અરબી સમુદ્રમાં નોર્થ ઈસ્ટ દિશામાં સાયકલોનિક સરકયુલેશન સર્જાવા પામ્યું છે આ ઉપરાંત કચ્છમાં મોન્સુન ટ્રફ જોવા મળ્યું છે. એક સાથે આ ત્રણ સિસ્ટમના કારણે કાલથી ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ શ થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલે સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે અને રાજકોટ જામનગર પોરબંદર બોટાદમાં ભારે વરસાદની શકયતા છે.

 


બુધવારે સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ દ્રારકા ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો અમરેલી ભાવનગર બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુવારે સૌરાષ્ટ્ર્રમાં પોરબંદર જુનાગઢ દ્રારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને બોટાદમાં ભારે વરસાદની શકયતા છે.

 


શુકવારે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર–સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શનિવારે પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા હવામાન ખાતાએ દર્શાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS