દેશમાં સૌથી વધુ ગુજરાતમાં મ્યુકરના દર્દી ડોક્ટરને કહ્યા વગર ભાગી ગયા

  • July 03, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં મ્યુકરના દર્દીઓ ડોક્ટરને કહ્યા વગર હોસ્પિટલોમાંથી રજા લઈ રહ્યા છે. સવારની સ્થિતિએ દેશમાં મ્યુકરના કુલ 42,441 કેસ પૈકી 1255 દર્દીઓ લીવ અગેઈન્સ મેડિકલ એડવાઈઝ-કઅખઅ  હેઠળ નોંધાયા છે. જેમાં માત્ર ગુજરાતમાં 507 દર્દીઓ છે. મ્યુકરની ખચર્ળિ સારવાર, ડર અને બીજી હોસ્પિટલોમાં સારી સારવાર જેવા અનેક કારણોસર તબીબી સલાહને અવગણીને મ્યુકરના દર્દી હોસ્પિટલ છોડી રહ્યા છે.

 

સોમવારે ગુજરાતમાં કઅખઅ હેઠળ નોંધાયેલા 343 દર્દી હતા. પાંચ દિવસમાં શુક્રવાર તેમાં 164નો વધારો થયો છે. સોમવારથી શુક્રવાર વચ્ચેના પાંચ દિવસમાં નવા 154 દર્દીઓ ઉમેરાતા ગુજરાતમાં મ્યુકરના કેસોની સંખ્યા 6,499એ પહોંચી છે. જ્યારે વધુ 41એ દમ તોડતા કુલ મૃત્યુઆંક 547 થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS