ગુજરાતમાં ગરીબ પરિવારો વધીને ૩૧.૪૧ લાખ થયાં, બે વર્ષના ગાળામાં ૬૧૦૦ વધ્યા

  • July 02, 2021 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષમાં કેટલા ગરીબ પરિવારોનો ઉમેરો થયો છે તે આંકડો હજી બહાર આવ્યો નથી

 


ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાયમાં એક ગણાય છે તેમ છતાં રાયમાં હાલ ૩૧.૪૧ લાખ પરિવારો એટલે કે અંદાજે ૧.૨૫ કરોડ જેટલી રાયની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ ૬૧૦૦ પરિવારનો ઉમેરો થયો છે.

 


ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના દોઢ વર્ષમાં અપર મિડલ કલાસ લોઅર મિડલ કલાસ અને લોઅર મિડલ કલાસ ગરીબ વર્ગમાં આવી ગયો છે જેના કારણે ગરીબોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોની નોકરીઓ છીનવાઇ છે. આવકના સાધનો ઓછાં થયાં છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે ઘરના બે છેડાં ભેગા કરવા અશકય બની ચૂકયાં છે.

 


રાયના ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લામાં શૂન્યથી ૧૬ ગુણાંકવાળા ૧૬૧૯૨૨૬ પરિવારો અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા ૧૫૨૨૦૦૫ પરિવારો મળીને કુલ ૩૧૪૧૨૩૧ પરિવારો વસવાટ કરી રહ્યાં છે.

 


મોટી સંખ્યામાં ગરીબ પરિવારોનો ઉમેરો થયો હોય તેવા જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં ૨૪૧૧ પરિવાર, રાજકોટમાં ૧૫૫૦૯, જૂનાગઢમાં ૪૨૧, સાબરકાંઠામાં ૩૮૦, વલસાડમાં ૨૨૩, દેવભૂમિ દ્રારકામાં ૧૯૬ અને દાહોદમાં  ૧૨૭ નો સમાવેશ થાય છે. સૌથી વધુ ૨૩૬૯૨૧ ગરીબ પરિવારોની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં અને સૌથી ઓછા ૨૧૧૧૧ ગરીબ પરિવારો પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. આ ગરીબ એટલે કે જેમની પાસે બીપીએલનું રેશનકાર્ડ છે તેમનો સમાવેશ થાય છે. જેમની પાસે રેશનકાર્ડ નથી તેમનો આ ગણતરીમાં સમાવેશ થતો નથી.

 


ગુજરાતમાં ૨૦૧૯માં ગરીબ પરિવારોની સંખ્યા ૩૦.૯૪ લાખ હતી તેમાં વધારો થઇને ૩૧.૪૧ લાખ થઇ છે. એક પરિવારમાં ચાર સભ્યોની સંખ્યા ગણવામાં આવે તો રાયમાં ગરીબ લોકોની સંખ્યા ૧.૨૫ કરોડ થઇ છે તેવું કહી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS