ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચકયું, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા આટલા હજાર કેસ 

  • August 01, 2021 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસે ફરી પાછો ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 41 હજાર સુધી સંક્રમિતની સંખ્યા પોહચી ગઈ છે. સ્વાસ્થ મંત્રાલયએ આપેલા આંકડા મુજબ ભારતમાં એક દિવસમાં કોરોનાના 41,831 નવા કેસ સામે આવ્યા છે. અને શનિવારે આ સંખ્યા વધીને 31655824 થઈ ગઈ છે. જેમાં 541ની મોત થવાથી મૃતકોની સંખ્યા 4,24,351એ પોહચી ગઈ છે. 

 

સ્વાસ્થ મંત્રાલયે રવિવારે બહાર પડેલા આંકડામાં ભારતમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 4,10,952 છે, જે કુલ કોરોના કેસની 1.29% છે. દેશમાં હાલમાં મૃત્યુ દર 1.34% છે. આગળ માહિતી આપતા કહ્યું છે કે, આ વાયરસમાં 24 કલાકમાં 39,258 દર્દીઓ સાજા થયા છે. જેના ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,08,20,521 એ પોહચ્યું છે. આ રીતે દેશમાં કોરોના રિકવરી રેટ 97.37% છે. 

 

ICMR એ કહ્યું છે કે, 'વાયરસના દિવસ દરમિયાન 17,89,472 પરીક્ષણ કરવામાં આવે છે. તેની સાથે જ પરીક્ષણની કુલ સંખ્યા 46,82,16,510 થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રાલયે આપેલા રિપોર્ટમાં જાણવા મળ્યું કે, કોરોના  વાયરસ સામે કુલ 47.02% લોકોએ વેક્સીન લીધી છે.' 

 

શનિવારે કેટલા કેસ નોંધાયા 

શનિવારે ભારતમાં કોવિડ-19ના 41,649 નવા કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. જેમાં 593 લોકોના મોત થયા હતા. કોવિડ-19માંથી પુન:રીકરવરીનો રાષ્ટ્રીય દર 97.37% છે.

 

દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ત્યાર બાદ સંક્રમણનાં કુલ કેસો 16 મી સપ્ટેમ્બરે 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા હતા. દેશમાં આ કેસો 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર પોહચી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS