જૂનાગઢમાં કોરોના નહિવત, વર્ગમાં શિક્ષણ ચાલુ કરો

  • March 22, 2021 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા કોરોના ના વધતા જતા કેસને લઈને આઠ મહાનગરો માં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય અંગે કરાયેલા આદેશને પગલે જૂનાગઢ જિલ્લા વાલી મંડળ દ્વારા જૂનાગઢ શહેરમાં કોરોના ના અંશત: લેશમાત્ર કેસ હોય તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં શાળાઓમાં એક પણ શિક્ષકે વિદ્યાર્થીઓને કોરોના નો પોઝિટિવ કેસ આવ્યો નથી જેને પગલે વિદ્યાર્થીઓના શાળાઓમાં ભણતર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય ને લઇ શાળાઓમાં જ ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવા તેમજ શિક્ષણકાર્ય સ્કૂલમાં બંધ રાખવા અંગેના નિર્ણય લેવા અંગેના આવેદનપત્ર પાઠવી રજુઆત કરી  હતી.


જૂનાગઢ જિલ્લા   વાલી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પારેખ મહામંત્રી અજયભાઈ જોબનપુત્રા તથા નવનીત ભાઈ શાહ સહિતનાઓએ મુખ્યમંત્રીને સંબોધિત જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયને પાઠવેલા આવેદનપત્રમાં જ્યાં કોરોના ના કેસ છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા શાળાઓ માં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગેનો નિર્ણય ઉચિત છે પરંતુ જે શહેરોમાં કોરોના ના કેસ નો આંકડો સામાન્ય હોય તેમજ ગ્રીન ઝોનમાં સમાવેશ થતો હોય તેવા શહેર ને આ નિર્ણય માંથી બાકાત રાખી શાળાઓમાં જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય ને લઇ યોગ્ય નિર્ણય લેવા માંગ કરી હતી તેમજ બોર્ડના અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ અગત્યના વર્ષમાં સતત ઓનલાઇન અભ્યાસ  થી કંટાળ્યા છે તો બીજી તરફ ઓફલાઈન અભ્યાસ  ને પગલે વિદ્યાર્થીઓને સારી ટકાવારી મેળવવામાં  પણ ઉપયોગી થશે તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ફક્ત અને ફક્ત મહાનગરોમાં જ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો ત્યારે ગામડાઓમાં શિક્ષણકાર્ય શરૂ હોય તો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને લઈને જૂનાગઢ મહાનગર ની શાળાઓને ઓફલાઈન શિક્ષણ અંગેની મંજૂરી આપવા માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS