કચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે

  • April 20, 2021 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમુક વિસ્તારમાં અપૂરતી સુવિધાના કારણે દર્દીઓ ત્રાહિમામ : રેમડેશિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકોને વેઠવી પડતી મહા મુશ્કેલી

 

ગાંધીધામ : કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસ ને કારણે દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે સરકારી હોસ્પિટલમાં બેડ મળતા નથી અને વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ વહીવટીતંત્ર ઉણુ ઉતરી રહ્યું છે વધતી દર્દીઓની સંખ્યા અને ઉપલબ્ધ અપુરતી સુવિધાને કારણે લોકોને પારાવાર હાડમારી ભોગવવી પડે છે ખાસ કરીને રેમડેશિવિર ઇન્જેક્શન માટે દર્દીઓના આપ્તજનોને પરવર મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માત્ર ભુજમાં જ ઇન્જેક્શન માટેની વ્યવસ્થા ગોઠવી હોવાથી દૂર-દૂરથી લોકો ને ઇન્જેક્શન મેળવવા ભુજના ધક્કા ખાવા પડે છે તેથી અત્યંત મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે

 

 

વૈશ્વિક મહામારીમા પીડાતા કચ્છના લોકો અનેક યાતનાઓ વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે વેઠી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં વામણુ સાબિત થઇ રહ્યું છે વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા પણ વિવિધ સ્તરે વ્યવસ્થા ગોઠવવાની રજૂઆત કરી છે પરંતુ દર્દીઓને પૂરતી સુવિધા ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા ગોઠવવામાં વહીવટીતંત્ર હજુ સુધી પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવી શક્યુ નથી 

 

 

વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં માત્ર ભુજ ખાતેથી જ રેમડેશિવિર ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થા ગોઠવી છે જેથી પૂર્વ કે પશ્ચિમ કચ્છના દૂર દૂર રહેલા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આ ઇંજેક્શન મેળવવા માટે પહેલા વહીવટી પ્રોસેસ કરવાની રહે છે અને ત્યારબાદ ઇન્જેક્શન મેળવવા માટે ભુજ સુધીના ધક્કા ખાવા પડે છે જેના કારણે સમય અને નાણાનો વેડફાટ થાય છે પોતાના પરિવારજનોની બીમારીથી માનસિક તણાવ અનુભવતા આવા પરિવારજનોને વહીવટી તંત્રની અણઘડતાનો ભોગ બનવુ પડે છે

 

 

આ ઉપરાંત કચ્છના મોટાભાગના તાલુકા મથકો પર સરકારી હોસ્પિટલો અથવા તો સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ અન્ય કોઈ હોસ્પિટલોમાં પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના પણ આક્ષેપો અનેક સ્થળોએથી ઉઠી રહ્યા છે બેડની વ્યવસ્થા ગોઠવાયા બાદ જરૂરી તબીબ અને સંલગ્ન સ્ટાફ ઉપલબ્ધ ન હોવાને કારણે આવી કોવિડ હોસ્પિટલોમાં પણ જરૂરી સુવિધા ઉપલબ્ધ બનતી નથી તેવી પણ ફરિયાદો ઉઠી રહી છે તાજેતરમાં જ મુખ્યમંત્રી પણ કચ્છની મુલાકાતે આવ્યા હતા અને સમગ્ર સ્થિતિ અંગે વાકેફ થયા હતા પરંતુ તેમ છતાં હજુ સુધી કચ્છમા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની નથી

 

 

 

સરકારની ગાઇડ લાઇનનુ પણ સરેઆમ ઉલ્લંઘન

 

રાજ્ય સરકાર દ્વારા વધતા કોરોના કેસ ને ધ્યાને રાખી આરોગ્યલક્ષી ગાઇડલાઇન જાહેર કરી છે જેનું પણ કચ્છમાં ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે રાજ્ય સરકાર દ્વારા રેમડેશિવિર ઇન્જેક્શન જે તે સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે સૂચનો કરવામાં આવ્યા છે પરંતુ કચ્છમાં માત્ર ભુજ ખાતેથી જ ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે દૂર દૂરથી ઇન્જેક્શન મેળવવા માટે ભુજ જવુ પડે છે અને આર્થિક તથા સમયનો બગાડ થાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS