રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા 1276 કેસ, 899 દર્દી સ્વસ્થ થયા, 3 મોત

  • March 18, 2021 07:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચિંતા વધારી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1276 કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 899 છે. આ સમય દરમિયાન 3 દર્દીના મોત નીપજ્યા છે. 

 

 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના નવા નોંધાતા કેસ ડિસ્ચાર્જ થતા દર્દી કરતાં વધી ચુક્યા છે. રાજ્યનો રીકવરી રેટ 96.42 ટકા જેટલો છે. આજે રાજ્યમાં 3 દર્દીના મોત પણ થયા છે જેમાંથી 2 દર્દી અમદાવાદ કોર્પોરેશનમાં અને 1 દર્દી સુરત કોર્પોરેશનમાંથી નોંધાયો છે  

 

 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5684 છે જેમાંથી 63 દર્દી વેન્ટીલેટર છે જ્યારે 5621 દર્દી સ્ટેબલ હાલતમાં છે. અત્યાર સુધીમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 2,72,332 છે જ્યારે કુલ મૃત્યુઆંક 4433 છે. 

 

 

રાજ્યમાં સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 298 કેસ નોંધાયા છે. જ્યારે ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 111 કેસ નોંધાયા છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS