એક અઠવાડિયામાં અમદાવાદમાં 700 ફેરિયા અને કરિયાણાના વેપારીઓ કોરોના પોઝિટિવ

  • October 28, 2020 11:34 AM 
  • અમદાવાદ મા આજ થી સંપૂર્ણ લોક ડાઉન હટયું 
  • AMC દ્વારા છેલા એક અઠવાડિયામાં કરાઈ મહત્વપૂર્ણ કામગીરી 
  • 33500 સુપર સ્પ્રેડર્સ નું કરાયું હેલ્થ સ્ક્રીનિગ 
  • 12500 શાકભાજી ફેરિયાઓ અને કારીયાનું વેચનાર ના કરાયા કોરોના ટેસ્ટ 
  • 700 સુપર સ્પ્રેડર્સ ને કોરોના આવ્યો પોઝીટીવ 
  • 700 સુપર સ્પ્રેડર્સ ને અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા 
  • હેલ્થ કાર્ડ ઇસ્યુ કરનાર ફેરિયાઓ જ શહેર માં વેચી શકશે શાકભાજી કારીયાનું

અમદાવાદમાં લોકડાઉન વચ્ચે આજથી આશિંક છૂટછાટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે લોકડાઉન વચ્ચે અમદાવાદીઓને આજથી આંશિક છૂટ છાટ મળી છે. અમદાવાદમાં કોરોનાની લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ IAS રાજીવ કુમાર ગુપ્તાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે શહેરમાં 33 હજાર 500 જેટલા સુપર સ્પ્રેડર્સનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે તેમજ 12 હજાર 500 જેટલા શાકભાજી ફેરિયાઓ અને કરયાણું વેચનાર લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 700 સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમને અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવાનાર ફેરિયાઓ જ શહેરમાં શાકભાજી અને કરિયાણું વેચી શકશે. દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની શરૂ કરાઈ છે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS