રૂપાણીના રાજમાં સીંગતેલને ભડકે બાળતા તેલિયા રાજા : સૌથી ઊંચા ભાવનો રેકોર્ડ

  • May 31, 2021 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂતકાળમાં અન્ય કોઈ મુખ્યમંત્રીના શાસન માં સિંગતેલના ભાવ ભાવ વધ્યા હોય તેટલા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના રાજમાં વધ્યા છે અને ભાવ વધારાની આ ગતી રાજાના રાજકુંવરની માફક દિવસે ન વધે તેટલો રાત્રે અનેે રાત્રે ન વધે તેટલો દિવસે વધી રહ્યો હોવાથી સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે તો સીંગતેલ માત્ર સુગંધ મેળવવા જેવું બની ગયું છે. પૈસાપાત્ર વર્ગના લોકો સીંગતેલ ખાવાની લક્ઝરી હજુ ભોગવી રહ્યા છે અને જે ઝડપથી ભાવ વધારો થઈ રહ્યો છે એ જોતાં આગામી દિવસોમાં માત્ર પૈસાદાર વર્ગ સીંગતેલ ખરીદી શકે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.


ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાના શાસનકાળ દરમિયાન ૧૯૬૦થી 63 દરમિયાન સીંગતેલનો ભાવ એક ડબ્બા નો માત્ર રૂપિયા 53 હતો અને આજે રૂપિયા 2745 માં પણ સીંગતેલ માંડ મળે છે વિજયભાઈ રૂપાણીએ 2016માં મુખ્ય મંત્રીની જવાબદારી સંભાળી ત્યારે સીંગતેલ નો ભાવ રૂપિયા 2010 હતો તે વધીને આજે 2745 થઈ ગયો છે અને દરરોજ નવી નવી ઊંચી સપાટી નોંધાઈ રહી છે.


અર્થશાસ્ત્રના નિયમ મુજબ જ્યારે કોઈ ચીજ વસ્તુઓનો પુરવઠો વધી જાય ત્યારે તેના ભાવ ઘટતા હોય છે અને પુરવઠો ઓછો હોય ત્યારે ભાવ વધુ હોય છે પરંતુ સિંગતેલના ભાવ  અમુક તેલીયા રાજા કંટ્રોલ કરતા હોવાથી ભાવવધારાનો આખો કાબુ તેમની પાસે રહે છે અર્થશાસ્ત્રના કોઈ નિયમ લાગુ પડતા નથી ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સાડા છથી સાત લાખ ટન થયું હતું જે આ વર્ષે 16 લાખ આસપાસ થયું છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 10 લાખ ટન જેટલું વધુ ઉત્પાદન થયું હોવા છતાં મોટાભાગના સીંગદાણા એચપીએસમાં મોકલાઈ ગયા છે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂરી કર્યા બાદ મિલોરોએ તેનો સ્ટોક કરી દીધો છે. આમ છતાં સમગ્ર સરકારી તંત્ર હાથ જોડીને બેઠું છે ભૂતકાળમાં જ્યારે સ્વર્ગસ્થ મનોહરસિંહ જાડેજા પાસે પુરવઠા વિભાગનો હવાલો હતો ત્યારે તેલના ભાવમાં સામાન્ય વધારો પણ થઇ શકતો ન હતો અને અત્યારે સરકાર હાથ જોડીને બેસી ગઈ હોય એવું જણાઈ રહ્યું છે.


વેપારી સુત્રોના જણાવ્યા મુજબ સીંગતેલનો વપરાશ પ્રમાણમાં ઘણો ઓછો છે અને મોટા ભાગના વર્ગના લોકો પામોલીન વાપરતા હોય છે. મલેશિયાથી પામોલીનની મોટા પાયે આયાત કરવામાં આવતી હતી અને તે ઓજીએલ એટલે કે ઓપન જનરલ લાયસન્સની કેટેગરીમાં હતું મલેશિયાએ ભારત સરકારની નીતિની વિરુદ્ધ નિવેદન આપતા ભડકેલી સરકારે ત્યાંથી આયાત થતા પામોલીનને નિયંત્રિતની યાદી માં મૂકી દેતા મલેશિયાથી પામોલીન ની આયાત માત્ર સમ ખાવા પૂરતી થઈ ગઈ છે આ ઘટ ના કારણે સીંગતેલની ડિમાન્ડ વધતા તેલિયા રાજાઓએ તેનો ભરપૂર લાભ લઈને કાળા બજાર શરૂ કરી દીધા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS