જાફરાબાદ ચાર રસ્તા સુધીના બિસમાર માર્ગ મામલે ચેમ્બર દ્વારા બંધની ચીમકી

  • March 10, 2021 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજુલા તાલુકાના ચારનાળાથી લોઠપુર, લુણસાપુર ૧૦ કિલોમીટર સુધીનો રસ્તો સંપૂર્ણ તૂટી ગયો હોવાથી રાજુલા જાફરાબાદ તાલુકા નું અંતર ખૂબ જ દૂર પડી ગયું છે .૧૦ કિલોમીટર માં એક કલાક ટાઈમ પસાર થાય છે

.ડીઝલ અને વાહન ઘસારો ખૂબજ આવે છે ,જેને કારણે જાફરાબાદમાં આવેલો  ઉદ્યોગને ભારે ફટકો પડયો છે .અહીંથી મચ્છી ભરી ને ટ્રકો અન્ય જગ્યાએ જાય છે ,પરંતુ રસ્તામાં ખાડા હોવાથી જાફરાબાદ આવતા નથી ટાયર અને ડીઝલનો ખૂબ જ ઘસારો થાય છે આ રોડ રીપેરીંગ નહીં થાય તો જાફરાબાદમાં સાગર ખેડૂતો પણ આર્થિક  સકડા મણ સ્થિતિમાં મુકાઈ જશે ગુમલા માછલી સસ્તા ભાવે વેચવી પડશે .આ રોડ ૧૦ કિ.મી રીપેરીંગ કરવા માટે આજે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી બાંધકામ મંત્રી  ને  પત્ર દ્વારા રજુઆત કરી છે.જાફરાબાદ ચેમ્બરના પ્રમુખ શ્રી હર્ષદભાઈ મહેતાએ જણાવ્યું કે, આ રસ્તો રાજુલા સ્ટેટ બાંધકામ હેઠળ આવે છે અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો રીપેરીંગ ન થતા જાફરાબાદની મોટી ભાગ ની ખરીદી અને નોકરિયાતો રાજુલા થી આવે છે .

શાક અને બકાલુ દૂધ પ્રાઇવેટ વાહનોમાં આવતા હોવાથી ટેમ્પા ઓના ભાડા પણ વધી ગયા છે.વધારે પૈસા આપવા  છતાં કોઈ નાના વાહનો આ રોડ ઉપર હંકારવા નથી  માગતા અને જાફરાબાદ આવતા નથી જાફરાબાદ શહેરીજનોને અગત્યની બેઠક મળી હતી અને આ રસ્તો હવે ૧૫ દિવસમાં  રીપેરીંગ કરવામાં નહીં આવે તો, જાફરાબાદ શહેર  બંધ રાખવામાં આવશે રસ્તા રીપેરીંગ માટે વિરોધ કરવામાં આવશે. જાફરાબાદ આગેવાનોએ પણ જણાવ્યું હતું ચારનાળા થી લોટપુર રસ્તો ભયંકર ખરાબ હોવાથી સિન્ટેક્ષ મા તથા અલ્ટ્રાટેક  રિલાયન્સ ડિફેન્સ પાવર પ્લાન્ટ  સહિતના કર્મચારીઓ  પોતાના વાહનો લઇને આવન-જાવન કરે છે પરંતુ સમયસર નોકરીએ પણ કર્મચારી પહોચી શકતા નથી અને કર્મચારીઓ ત્રાહિમામ પોકારે છે આ પ્રશ્ને કર્મચારી અગ્રણીઓ ઘનશ્યામભાઈ મશરૂએ  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને પત્ર પાઠવીરજૂઆત કરી છે . ચોમાસા પછી આ રસ્તો રીપેરીંગ ન થતા રાજુલા જાફરાબાદ ઉદ્યોગિક વિસ્તારો સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ભયંકર ખાડા, ભયંકર તડકો  અને ભયંકર ધૂળ ઊડે છે ત્યારે અમરેલી જિલ્લા સ્ટેટ બાંધકામ દ્વારા આ રોડ રીપેરીંગ કરવામાં નહીં આવે તો લોકો સ્વયંભૂ આંદોલન કરશે તેવી ચીમકી આજે આગેવાનો દ્વારા  ઉચ્ચાર વામા આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS