આખરે હૈદરાબાદને મળી જીત, પંજાબ કિંગ્સને 9 વિકેટે આપ્યો કારમો પરાજય

  • April 22, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સનરાઇઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના 14મા મુકાબલામાં પંજાબ કિંગ્સને 9 વિકેટે પરાજય આપી આ સીઝનમાં પ્રથમ જીત મેળવી છે. સતત ત્રણ હાર બાદ ડેવિડ વોર્નરની ટીમને પ્રથમ જીત મળી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમ 19.4 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો છે.

 

 


બન્નેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 50 રન પહોંચાડી દીધો હતો. વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ વોર્નર 37 બોલમાં 37 રન બનાવી એબિયેન એલેનનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટોએ 56 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 63 રન બનાવ્યા હતા. આ સિવાય કેન વિલિયમસને 19 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા.

 

 


 કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી. અનુભવી ભુવનેશ્વરે રાહુલને આઉટ કરી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. રાહુલે ચાર રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ (22)ને ખલીલ અહમદે આઉટ કર્યો હતો. ત્યારબાદ નિકોલસ પૂરન શૂન્ય રન બનાવી રનઆઉટ થયો હતો. પૂરન ચોથી મેચમાં ત્રીજીવાર ઝીરો પર આઉટ થયો છે.  ક્રિસ ગેલને રાશિદ ખાને પેવેલિયન મોકલી આપ્યો હતો. તેણે 17 બોલમાં 15 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા 13 રન બનાવી અભિષેક શમર્નિો શિકાર બન્યો. હેનરિકેજને પણ અભિષેક શમર્એિ 14ના સ્કોર પર આઉટ કર્યો હતો. શાહરૂખ ખાન 22 રન બનાવી ખલીલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થ કૌલે મુરુગન અશ્વિનની વિકેટ ઝડપી હતી. શમી ત્રણ રન બનાવી અંતિમ વિકેટના રૂપમાં રનઆઉટ થયો હતો.  હૈદરાબાદ તરફથી ખલીલ અહમદે ત્રણ વિકેટ ઝડપી હતી. અભિષેક શમર્નિે બે સફળતા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS