રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના જળાશયોમાં નર્મદા નીર બંધ કરાતા સપાટી ઘટી ગઈ

  • July 02, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો: કુલ ૮૦માંથી ૭૦ જળાશયોનું તળિયું દેખાવા લાગ્યું

 


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં સતત છેલ્લા એક સાહથી વરસાદ ખેંચાતા તેમજ ચોમાસાના લીધે સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠાલવવાનું પણ બધં કરાતા કુલ ૮૦માંથી ૭૦ જળાશયોનું તળિયું દેખાવા લાગ્યું છે. હાલ ચોમાસામાં જળાશયોની સપાટી વધવી જોઈએ તેના બદલે વરસાદના અભાવે ઘટવા લાગતા ચિંતાના વાદળો સર્જાઈ ગયા છે.

 


રાજકોટ મહાપાલિકાના ત્રણ જળાશયો આજી–૧, ભાદર–૧ અને ન્યારી–૧ ઉપરાંત રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના રાજકોટ જિલ્લાના ૨૫ ડેમ, મોરબી જિલ્લાના ૧૦ ડેમ, જામનગર જિલ્લાના ૨૧ ડેમ, દ્રારકા જિલ્લાના ૧૨ ડેમ, સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ ડેમ, પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ અને અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમ સહિતના કુલ ૮૦ જળાશયોની સપાટી ઘટવા લાગી છે. પાણી ઉપાડવાનું યથાવત છે જેની સામે નવી આવક નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS