બે વર્ષથી ડલ તળાવની સફાઇ કરીતી હતી આ સાત વર્ષની બાળકી, શાળાના અભ્યાસક્રમમાં ભણાવાશે તેનો પાઠ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શ્રીનગરના ડલ તળાવની સફાઇ માટે માત્ર પાંચ વર્ષની ઉંમરમાં લાગેલી જન્નતની વાર્તા હવે હૈદરાબાદના પુસ્તકોમાં જણાવવામાં આવશે. જન્નત નામની આ નાનકડી બાળકી છેલ્લા બે વર્ષથી ડલ તળાવની સફાઇ કરવામાં લાગેલી હતી. તેના આ કાર્યની પ્રશંસા સ્થાનિક લોકો પણ કરી રહ્યા હતા. ત્યારે સેકસી હવે તેના કામને હૈદરાબાદની શાળાઓના અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

જન્નત માત્ર પાંચ વર્ષની હતી ત્યારે તેના પિતાની પ્રેરણાથી તે આ કામમાં જોડાઈ હતી અને પોતાના ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેનું નામ થઈ રહ્યું છે અને તેના પિતાના કારણે થઈ રહ્યું છે. 


વર્ષ 2018 માં તેના વિડીયો પણ ખુબ વાયરલ થયા હતા જેમાં તે જાડી ની મદદથી ગંદા પાણીને સાફ કરવાની કોશિશ કરી રહી હતી. ત્રીજા ધોરણમાં ભણતી આ વિદ્યાર્થીની રોજ તળાવના પાણી માં થી બોટલ, પ્લાસ્ટિક અને બીજા કચરો બહાર કાઢવાનું કામ કરતી આવી છે.

 


જન્નતના પિતા તારીક એહમદને હૈદરાબાદની સ્કૂલના અભ્યાસક્રમમાં તેની દીકરીનું નામ સમાવેશ થવા અંગેની ખબર એક મિત્ર દ્વારા પ્રાપ્ત થઈ હતી. જેણે ફોનમાં જણાવ્યું હતું કે તેની દીકરીનું નામ અહીંના પાઠ્ય પુસ્તકમાં સમાવવામાં આવી રહ્યું છે. તેણે પોતાના મિત્રને પુસ્તક મોકલવા માટે કહ્યું. 

 

એક વીડિયો દ્વારા જન્નત દરેક લોકોને ડલ ઝીલની સફાઈ કરવાનો આગ્રહ કરતી નજરે પડી રહી છે.તેણે જણાવ્યું હતું કે ડલ તળાવમાં ઘણો બધો કચરો છે, અને માત્ર એક વ્યક્તિ દ્વારા સાફ કરવાથી શક્ય થશે નહીં, આપણે જરૂર છે કે સૌ સાથે મળીને તેની સુંદરતાને જાળવી રાખીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application