મોરબીમાં ચાર સિરામિક એકમો પર આવકવેરા વિભાગના દરોડા: ખળભળાટ

  • February 26, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાંબા સમય બાદ ઈન્વેસ્ટિગેશન વીંગનું મોટું સર્ચ ઓપરેશન: જીએસટી ચોરીનું કનેકશન હોવાની ચચર્:િ રાજકોટ અને અમદાવાદની 15થી 20 ટીમનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે તપાસમાં જોડાયો

 


રાજકોટ ઈન્કમટેકસના દરોડા મોરબીના સિરામિક એકમો પર પડયા હોવાના સમાચારો મળી રહ્યા છે. એકાદ વર્ષના સમયગાળા બાદ આવકવેરા વિભાગે રાજકોટ રિજિયનમાં કરચોરો પર તવાઈ ઉતારી છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટની ટીમ સાથે અમદાવાદથી પણ ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. આજે વહેલી સવારથી 15થી 20 ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 


આ અંગેની વિગતો મુજબ ઈન્વેસ્ટિગેશન વીંગ દ્વારા છેલ્લા ઘણા સમયથી મોટું ઓપરેશન હાથ ધરવા માટેની તજવીજ ચાલી રહી હતી. આજે વહેલી સવારે આઈટી વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી હોવાનું જોરશોરથી ચચર્ઓિ ચાલી હતી જેમાં રાજકોટના ટોચના બિઝનેસમેનના નામ પણ ચચર્મિાં રહ્યા હતા. જો કે ત્યારબાદ આ સર્ચ ઓપરેશન મોરબીના સિરામિક પેઢીઓમાં શ કરાયું હોવાની વિગતો બહાર આવી છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મોરબી ખાતે જીએસટી ચોરીમાં 2થી 3 ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલકોને જેલ હવાલે કયર્િ છે તે દરમિયાન આ વેપારીઓ પાસેથી સિરામિક ઉદ્યોગો કરચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જેને લઈને સંભવત: આ ઈન્કમટેકસની તપાસ થઈ રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીસાંજથી રાજકોટ ઈન્કમટેકસ ઓફિસમાં ગાડીઓના ખડકલા થઈ ગયા હતા અને અમદાવાદથી પણ ઈન્સ્પેકટરોને બોલાવાયા હતા. વહેલી સવારે આ કાફલો પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશનમાં નીકળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application