હવે મોબાઇલ એપ્લિકેશનથી રિટર્ન ભરી શકાશે... ક્લિક કરીને જાણો વિગતો

  • June 07, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્કમટેકસ રિટર્ન જાતે ભરી શકાશે, સીએની જરૂર નથી, ગુજરાતી ભાષા પણ ઉપલબ્ધ
મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ રિટર્ન ભરી શકાશે, નવા પોર્ટલમાં કેટલાક પ્રશ્નો પૂછાશે જેના જવાબ આપો એટલે બઘી માહિતી જાણવા મળશે

 


ઇન્કમટેસ્સ વિભાગે રિટર્ન ફાઇલિંગને વધુ સરળ અને ત્વરિત બનાવ્યું છે. આજથી નવું પોર્ટલ કાર્યરત થશે. આ પોર્ટલની ખાસિયત એવી છે કે કરદાતા જાતે જ રિટર્ન ફાઇલ કરી શકશે. સીએની જરિયાત નથી. આ પોર્ટલ પર કરદાતા ગુજરાતી ભાષામાં પણ માહિતી અપલોડ કરી શકશે.

 


આઇટીના નવા પોર્ટલમાં કેવા ફેરફારો હશે....

૧.હાલમાં કરદાતા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે અલગ લોગીન થાય છે. કલાયન્ટ નવા પોર્ટલમાં સીએ અને એડવોકેટના લોગીનમાં કલાઈન્ટ પણ કનેકટ થશે.

૨.કરદાતાઓ જાણતા નથી હોતા કે તેમણે કયું આઈટીઆર ફાઇલ કરવાનું છે. માટે સીએ પર આધાર રહેતો હતો. નવા પોર્ટલમાં કરદાતાઓને કેટલાક સરળ પ્રશ્નો પૂછવામાં આવશે તે પછી પોર્ટલ જણાવશે કે કરદાતાઓએ આઈટીઆર ૧–૨–૩ માંથી કયુ ભરવાનું છે.

૩.પ્રાદેશિક ભાષાઓમાં માહિતી પોર્ટલ પર મળશે. અત્યારસુધી માહિતી ફકત અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હતી.

૪.નવા પોર્ટલમાં ટીડીએસ, એફડી અને કરદાતાઓની અન્ય બચતની વિગતો હશે. તેમાં ફેરફાર કરવાની સુવિધા પણ તેમને મળશે.

૫.અત્યાર સુધી પોર્ટલનો રગં વાદળી હતો. નવું પોર્ટલ કરદાતાઓને નવા રંગમાં દેખાશે.

૬.પોર્ટલ પર સામે ડેશબોર્ડ હશે. હવે આ સુવિધા જૂના પોર્ટલમાં અંદર રહેતી હતી. એક એપડેટ એપણ મળશે કે કરદાતાઓને તે જાણવાની મંજૂરી મળશે કે તેઓએ હજી સુધી કયુ કાર્ય નથી કયુ.

૭.કરદાતાઓના પ્રશ્નોના ઝડપી જવાબ માટે નવું કોલ સેન્ટર પણ શ કરવામાં આવશે. કરદાતાઓ તરફથી વારંવાર પૂછાતા પ્રશ્નો, વપરાશકર્તા માર્ગદર્શિકાઓ, વિડિઓ જેવી સુવિધાઓ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

૮.નવા પોર્ટલ દ્રારા કરદાતાઓને આવકવેરાના ફોર્મ ભરવા, ટેકસ પ્રોફેશનલ્સને જોડવા, ફેસલેસ સ્ક્રૂટિની અથવા અપીલમાં નોટિસને જવાબ સબમિટ કરવા વગેરેનો લાભ લઈ શકે છે.

 

ઇન્કમટેકસ વિભાગની સિસ્ટમ વિંગ દ્રારા કહેવામાં આવ્યું છે કે જૂના પોર્ટલથી નવા પોર્ટલ તરફ માઈગ્રેશનનું કામ પૂર્ણ થયું છે  વિભાગે એક આદેશમાં અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કોઈપણ કેસમાં સુનાવણી અથવા ફરિયાદોના નિકાલ માટે ૧૦ જૂન પછી તારીખ નક્કી કરવામાં આવે જેથી ત્યાં સુધીમાં કરદાતાઓ નવી સિસ્ટમ સમજી શકે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન કરદાતા અને વિભાગના અધિકારી વચ્ચે નક્કી કરાયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.
આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ કઇ છે....

 


કેન્દ્ર સરકારે અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૦–૨૧ માટે આવકવેરા વળતર ભરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) એ કંપનીઓને આઇટીઆર ફાઇલ કરવા માટેની મુદત ૩૦ નવેમ્બર સુધી લંબાવી છે. સીબીડીટીના પરિપત્રમાં જણાવાયું છે કે મહામારીને ધ્યાનમાં રાખીને કરદાતાઓ માટે કેટલીક કર પાલનની અંતિમ મુદત વધારવામાં આવી રહી છે.

 


હવે મોબાઇલ એપ્લિકેશનથી રિટર્ન ભરી શકાશે...


આવકવેરા વિભાગના ઇ–ફાઇલિંગ પોર્ટલ ૨.૦ માં નવી મોબાઇલ એપ્લિકેશન આપવામાં આવશે. તે કરદાતાઓને આઇટીઆર ફોર્મ, પહેલાંથી ભરેલ આવકવેરા વિગતો, સરળ આવકવેરા સુવિધા વગેરે જેવી માહિતી એકત્રિત કરવામાં મદદ કરશે. આવકવેરા વિભાગ મોબાઇલ એપ્લિકેશન પર પોર્ટલની બધી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરશે.

 


આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્રારા તેનો ઉપયોગ ખુબ સરળ બનશે. પહેલેથી ભરેલા આવકવેરાની વિગતો, આઈટીઆર આવકવેરા ફોર્મ સહિતની સુવિધાઓનો ઉપયોગ કરવો સરળ બનશે. મોબાઇલ એપ્લિકેશન દ્રારા વેતન, સંપત્તિ, વ્યવસાય અથવા વ્યવસાય સહિતની આવકની વિગતો પ્રદાન કરવા માટે કરદાતાઓ તેમની પ્રોફાઇલને અપડેટ કરી શકે છે. આ સંદર્ભમાં સીબીડીટીએ જણાવ્યું હતું કે ટીડીએસ અને એસએફટી વિગતો અપલોડ કર્યા પછી પગારની આવક, વ્યાજ, ડિવિડન્ડ અને મૂડી લાભ સાથે પૂર્વ ભરેલા ફોર્મની વિસ્તૃત માહિતી મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application