કોરોનાની સારવાર માટે ખર્ચેલા રૂપિયા પર નહીં લાગે ઈન્કમ ટેકસ

  • June 26, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈે પણ વ્યકિત કોરોના દર્દીની સારવાર માટે ખર્ચ કરે છે કે મૃત્યુના કેસમાં તેને ઈન્કમ ટેકસમાંથી છૂટ આપવામાં આવશે

 કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે, કોવિડ–૧૯ની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવેલા પિયા કે મૃત્યુના કેસમાં ઈનકમ ટેકસમાં છૂટ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતાં રાય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કોવિડ–૧૯ મહામારી સામે ભારતની લડતને મજબૂત બનાવવા માટે પગલાં લેવામાં આવ્યાં છે. દેશમાં કોરોનાના દર્દીઓની મદદ માટે રાય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જો કોઈ પણ વ્યકિત કોરોના દર્દીની સારવાર માટે ખર્ચ કરે છે તો તેઓને ટેકસમાંથી છૂટ આપવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦ કે એ પછી કોઈ પણ કર્મચારી કે અન્ય વ્યકિતનું કોવિડ–૧૯થી મૃત્યુ થાય તો એમ્પોલયર દ્રારા તેના પરિવારને ચૂકવવામાં આવતી રકમ પર ટેકમાંથી છૂટ મળશે. જો કે, આ રકમ ૧૦ લાખ પિયાથી વધારે ના હોવી જોઈએ.

 


અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું કે, ટેકસમાં કપાતનો દાવો કરવા માટે ૧ એપ્રિલ સુધી કરવામાં આવેલા રોકાણને ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી શકાશે. ટેકસ વિશેષજ્ઞોનું કહેવું છે કે, નવી સૂચના કર્મચારીઓના પગાર પ્રમાણે મળનારી ટેકસમાં છૂટથી અલગ છે. આ અંગે આગામી એક બે દિવસમાં વધારે જાણકારી આપવામાં આવશે.

 


પાન અને આધાર હજુ લિંક નથી કર્યા? ચિંતા ન કરશો, વધારી દેવાઈ છે ડેડલાઈન અનુરાગ ઠાકુરે વધુંમાં જણાવ્યું કે, મહામારીના કારણે અનેક લોકો બેરોજગાર બન્યાં છે. એટલું જ નહીં એમાંથી અનેક લોકો કોરોના મહામારીની લપેટમાં આવી ગયા અને તેઓને બીમારી પાછળ ખર્ચ કરવો પડી રહ્યો છે. એટલા માટે જ સરકાર તેમને છૂટ આપવાં માંગે છે. જે હેઠળ જો કોઈ કંપની કોરોનાથી મૃત્યુ થાય એવા કર્મચારીના પરિવારને એકસ ગ્રેશિયા પેમેન્ટ કરે છે તો, એ રકમ પર ફાઈનાન્શિયલ યર ૨૦૧૯–૨૦ અને ૨૦૨૧–૨૨ માટે ટેકસ લાગૂ નહીં પડે.

 


તો સીબીડીટીના એક નિવેદનમાં કહેવાયું છે કે, આ મુશ્કેલીના સમયમાં કરદાતાઓના બોજને હળવો બનાવવા માટે રાહત આપવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS