વિકટ સમયનાં એંધાણ: ગામડાઓમાં વધી રહેલા સંક્રમણે વધારી ચિંતા

  • April 02, 2021 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેપિડ ટેસ્ટમાં વલભીપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં 40થી વધુ પોઝિટીવ: રંઘોળામાં પણ બે દિવસમાં 15 કેસ



ભાવનગર જિલ્લામાં વલભીપુર અને ઉમરાળા પંથકમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. વલભીપુરમાં રેપિડ ટેસ્ટ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ચાલીસ જેટલા લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે તો ઉમરાળાના રંઘોળા ખાતે બે-ત્રણ દિવસ દરમિયાન કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે. ડીડીઓ વનકુમાર બરનવાલએ રંઘોળાની મૂલાકાત લીધી હતી અને આ દરમિયાન છેલ્લા  ત્રણ દિવસમાં રંઘોળા ખાતે 15 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાનું ખુલ્યુ છે. ડીડીઓએ  વલ્લભીપુરની મુલાકાત પણ લીધી હતી જો કે ત્યાં રંઘોળા જેટલો મામલો ગંભીર નથી તેમ જણાવ્યું હતુ.

 


વલભીપુર શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાએ હાહાકાર મચાવેલ છે. તેમાં પણ પાછલા 3 દિવસ દરમ્યાન 40 જેટલા કેસો પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. વલભીપુર આરોગ્ય અધિકારીઓ,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર,તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી , સી.ડી.પી.ઓ. સહિતના અધિકારીઓને કોરોનાનો વ્યાપ વધુ ન વધે તે માટે જરૂરી સૂચનાઓ આપી છે.જિલ્લા વિકાસ અધિકારીએ સ્થાનીક અધિકારીઓને શાકભાજી, દુધવાળાઓને પણ કોરોના વોરીયસમાં ગણીતરી કરી તેને પણ વેકસીન મુકવા માટે પ્રાથમિકતા આપવા સૂચના આપી છે, છે. કોરોના કેસોમાં દર્દીઓને હોમકોરોન્ટાઇન કરવામાં આવતા હોય તેથી કોરોના કેસો હોસ્પિટલમાં દાખલ માનવામાં આવતા ન હોય તેના કારણે કેસમાં ગણતરી કરવામાં આવતી નથી અને પરીણામે આ કેસની સંખ્યા સરકારી યાદીમાં ઉમેરાતી નથી. છેલ્લા બે જ દિવસનાં આવા રેપિડ ટેસ્ટના પોઝિટીવ કેસની સંખ્યા 100થી વધુ રહી છે. જો કે આ આંકડો સરકારી યાદીમાં ક્યાંય નોંધાયેલો નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS