ક્રિકેટ રસિકો માટે આવ્યા ખરાબ સમાચાર, આજથી શરૂ થતી ભારત ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ આ કારણથી કરવામાં આવી સ્થગિત

  • September 10, 2021 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ આજથી શરૂ થશે નહીં. 5 ટેસ્ટની શ્રેણીની છેલ્લી મેચ આજથી માન્ચેસ્ટર મેદાન પર રમાવાની હતી. પરંતુ હવે મેચ શેડ્યૂલ મુજબ શુક્રવારથી શરૂ થશે નહીં. હાલ એ પણ સ્પષ્ટ નથી કે આ મેચ ક્યારે શરૂ થશે. આ અંગે અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. 

 

ગુરુવારે જયારે આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર કોરોના પોઝિટિવ થયો ત્યારથી મેચ રદ થવાની સંભાવના વધી ગઈ હતી. આ દરમિયાન BCCI અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ વચ્ચે આખરી ટેસ્ટ મેચને લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. 

 

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, 'ફિઝીયોથેરાપિસ્ટ યોગેશ કોરોના સંક્રમિત થયા બાદ બીસીસીઆઇ સાથેની વાતચીત દરમિયાન ટીમ ઇન્ડિયાના મોટા ભાગના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, એક દિવસ પહેલા સમગ્ર ટીમ ઇન્ડિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે, તે પછીનો બીજો રિપોર્ટ આજે સવારે આવવાનો હતો. પરંતુ અત્યાર સુધી તે સામે આવ્યો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS