ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર, T-20 વર્લ્ડકપમાં આ તારીખે આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન  

  • August 04, 2021 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી પછી એક વાર આમને સામને રમશે. આ બંને ટીમ વચ્ચે 24 ઓક્ટોબરના રોજ દુબઇમાં મેચ રમાશે. ભારત પાકિસ્તાનના સબંધને જોઈ છેલ્લા ઘણા સમયથી બંને ટીમો વચ્ચે મેચ અથવા શ્રેણી રમાઈ નથી. 

 

ટી20 વર્લ્ડકપની શરૂઆત આ વર્ષે 17 ઓક્ટોબરના રોજ UAE માં થશે. આ વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનના મેચ પર બધા લોકોની નજર રહશે. ક્રિકેટના ચાહકો આ મેચને લઈ બહુ બધા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. 

 

સરહદ પર બે સેનાઓ વચ્ચે ફાયરિંગની ઘટનાઓ ઘટી

 

વર્લ્ડકપમાં આ મેચ એવા સમયે રમવા જઈ રહી છે, જ્યારે ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ પર યુદ્ધવિરામના કરારનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આ કરાર બાદ બંને સેના વચ્ચે ફાઈરિંગની ઘટનાઓ ઓછી થઈ છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહશે કે શું ક્રિકેટની મેચ બંને દેશોના સબંધ સુધારવામાં મદદ રૂપ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS