ભારત વિશ્વમાં નંબર વન બન્યું પણ કોરોનાના કેસમાં !!

  • April 22, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૪ કલાકમાં વધુ ૩.૧૬ લાખ લોકો થયા સંક્રમિત, ભારતે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડાદેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. આજે દેશમાં ૨૪ કલાકમાં જ કોરોના વાયરસના નવા ૩ લાખ ૧૫ હજાર ૪૭૮ કેસ નોંધાયા છે. કોરોનાની શઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૩,૦૭,૫૭૦ સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.

 


છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨,૧૦૧ લોકોનાં મોત થયા હતા. આજે રેકોર્ડ ૧ લાખ ૭૯ હજાર ૩૭૨ લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી ૧ લાખ ૮૪ હજાર ૬૭૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને ૧ કરોડ ૫૯ લાખ ૨૪ હજાર ૭૩૨ થઈ છે. દેશમાં હાલ ૨૪ લાખ ૮૪ હજાર ૨૦૯ દર્દીની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા કુલ સંક્રમિતના ૧૪.૩ ટકા છે.

 


૧૧ રાજ્યમાં કોરોના બેકાબૂ
મહારાષ્ટ્ર્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દેશના ૧૧ રાયમાં હાલત બેકાબૂ બની રહી છે. આ રાયમાં રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર્રમાં ૬૨,૦૯૭, ઉત્તર પ્રદેશમાં ૨૯,૫૭૪, દિલ્હીમાં ૨૮,૩૯૫, કેરળમાં ૧૯,૫૭૭, કર્ણાટકમાં ૨૧,૭૯૪, છત્તીસગઢમાં ૧૫,૬૨૫, રાજસ્થાનમાં ૧૨,૨૦૧, મધ્ય પ્રદેશમાં ૧૨,૭૨૭, ગુજરાતમાં ૧૨,૨૦૬, તામિલનાડુમાં ૧૦,૯૮૬, બિહારમાં ૧૦,૪૫૫ લોકો કોરોના સંક્રમિત થાય છે.

 


રિકવરી રેટ ૮૫ ટકાથી નીચે ગયો
કોરોના સંક્રમિત લોકોનો સ્વાસ્થ્ય રેટ ઘટીને ૮૪.૫ ટકા થયો છે. આંકડાઓ પ્રમાણે આ બીમારીથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને ૧,૩૪,૪૭,૦૪૦ થઈ છે. રાષ્ટ્ર્રીય સ્તરે કોરોનાથી મૃત્યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે, પરંતુ મહારાષ્ટ્ર્રમાં તે ૧.૫ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૧.૬ ટકા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021