અમેરિકા પછી કોરોનાના ૨.૫ કરોડ કેસ પાર કરનારો ભારત બીજો દેશ બન્યો

  • May 18, 2021 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત પછી ૧.૫ કરોડથી વધુ કેસ સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે


ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે કે યાં કુલ કેસનો આંકડો ૨.૫ કરોડને પાર પહોંચી ગયો છે. આ પછી બ્રાઝિલ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે કે યાં દોઢ કરોડથી વધારે કેસ નોંધાયા છે.

 


અગાઉના આંકડા સાથે સરખામણી કરીએ તો જાણવા મળે છે કે, ૫૦ લાખ કેસ ૧૪ જ દિવસમાં નોંધાયા છે. આ પહેલા ૫૦ લાખ કેસ થતા ભારતમાં ૧૨૧ દિવસનો સમય લાગ્યો હતો. જે પછી કેસમાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો.

 


રવિવાર પછી સોમવારે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. બીજા દિવસે પણ ત્રણ લાખ કરતા ઓછા કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆકં પણ ૪૦૦૦ કરતા ઓછો નોંધાયો છે. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં દેશમાં ૨.૬ લાખ નવા કેસ અને ૩,૭૧૯ મૃત્યુ નોંધાયા છે. નવા કેસમાં મોટો ઘટાડો થવાની સાથે એકિટવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જેમાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો છે, જોકે, હજુ પણ દેશમાં કોરોનાના એકિટવ કેસનો આંકડો ૩૦ લાખની ઉપર જ છે.

 


રાય પ્રમાણે નજર કરીએ તો કર્ણાટકામાં સૌથી વધુ ૩૮,૦૦૦ કેસ નોંધાયા છે, આ પછી તામિલનાડુમાં ૩૩,૦૦૦ કેસ સોમવારે નોંધાયા છે. યારે મહારાષ્ટ્ર્રમાં ૨૬,૬૧૬ અને કર્ણાટકામાં ૨૧,૪૦૨ નવા કેસ નોંધાયા છે. આ સિવાય અન્ય ચાર રાયોમાં ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ની વચ્ચે કેસ નોંધાયા છે, જેમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે યારે દિલ્હી કોરોનાના કેસનું એપિસેન્ટર બન્યું હતું પરંતુ ત્યાં ૫૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે.

 


દેશના ૧૨ રાયો છે કે યાં કોરોનાના એક દિવસમાં ૧૦૦થી વધારે મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર્રમાં ૫૧૬ લોકોના મોત થયા છે, યારે કર્ણાટકામાં ૪૭૬નાં મોત થયા છે. દેશની રાજધાની અને તામિલનાડુમાં ૩૦૦થી વધુના મોત નોંધાયા છે, યારે ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં ૨૮૫નાં મોત થયા છે. આ સિવાયના રાયો કે યાં ૧૦૦થી વધુના મોત થયા છે તેમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હરિયાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021