અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના થવાની સાથે જ ભારતે તાલિબાન સાથે શરુ કરી વાતચીત

  • September 01, 2021 01:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે તાલિબાન સાથે ઔપચારિક રીતે વાતચીત શરુ કરી દીધી છે. મંગળવારે સવારે અમેરિકી સૈનિકો સંપૂર્ણ રીતે અફઘાનિસ્તાન છોડી ચુક્યા છે. ભારતે ત્યારબાદ તાલિબાન સાથે આધિકારિક સ્તર પર વાતચીત શરુ કરી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કતરમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે મંગળવારે દોહામાં તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંટને કહ્યું કે અમેરિકા કતરની રાજધાની દોહાથી અફઘાનિસ્તાનના મામલાને જોશે અને ભારત પણ આવું કરતું જોવા મળે છે. 

 

ભારતના વિદેશ મંત્રાલય અને તેની તરફથી કહેવામાં આવેલા નિવેદન અનુસાર, મંગળવારે ભારતીય રાજદૂત દીપક મિત્તલે કતરની રાજધાની દોહા સ્થિત તાલિબાનના રાજનીતિક કાર્યાલયના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઈ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત તાલિબાનના અનુરોધ પર દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં થઈ હતી. 

 

આ નિવેદન અનુસાર આ મુલાકાતમાં સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લઈ જવા માટે વાત થઈ હતી. અફઘાન નાગરિકો, ખાસ કરીને અલ્પસંખ્યક જે ભારત આવવા ઈચ્છે છે તેમના મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ હતી.


 
ભારતીય રાજદૂત મિત્તલે ભારતની ચિંતાને તાલિબાન સામે રજૂ કરી હતી. ભારતે કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ અને કોઈપણ રીતે આતંકવાદ માટે થવો જોઈએ નહીં. તાલિબાનના પ્રતિનિધિએ પણ ભારતીય રાજદૂતને આશ્વસ્ત કર્યા કે ભારતની તમામ ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS