કોરોના વાયરસનો તોડ શોધનાર ભારત 5મો દેશ, હવે દવા બનાવવામાં મળશે મદદ   

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિશ્વભરના દેશ કોરોના વાયરસનો તોડ બને તેવી  દવા શોધવા મથી રહ્યા છે.  આવી સ્થિતિમાં ભારતે કોરોના વાયરસ સામે મોટી સફળતા મેળવી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના વિવિધ સ્વરૂપોને અલગ પાડ્યા છે જેના કારણે કોરોના વાયરસની દવાઓ અને રસી બનાવવામાં મદદ મળશે.

 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ઘણા વૈજ્ઞાનિકો લાંબા સમયથી કોરોના વાયરસ પર કામ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એફ વિરોલોજી ના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના ઘટકોને અલગ પાડવામાં સફળતા મેળવી છે.

 

એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોની આ શોધ કોરોના વાયરસથી બચાવવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. તેનાથી વાયરસની તપાસ માટે કીટ બનાવવામાં, દવાઓ શોધવામાં અને રસી સંશોધન કરવામાં ઘણી મદદ મળશે.

 

વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહમના જણાવ્યાનુસાર કોઈ રોગને દૂર કરવા કે તેનાથી બચાવ માટે તેને ઓળખવુ જરૂરી છે.  તેને પ્રથમ તબક્કો કહેવામાં આવે છે. ત્યારપછી, રસી અને સારવાર વગેરે માટે કામ કરવામાં આવે છે. આ કામ કરનાર ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. કોરોના વાયરસની તપાસ માટે દેશભરમાં અત્યાર સુધીમાં 65 પ્રયોગશાળાઓ કાર્યરત છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS