ભારત અમાંરૂ સહયોગી છે, શકય એટલી મદદ કરશું : કમલા હેરીસ

  • May 08, 2021 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વિરૂદ્ધ નિર્ણાયક લડત લડી રહેલા ભારત માટે અમેરિકી ઉપરાષ્ટ્ર્રપતિએ આપ્યું મોટું નિવેદનઅમેરિકાના ઉપરાષ્ટ્ર્રપતિ કમલા હેરિસે કોરોના મહામારી સામે જંગમાં ભારતને દરેક શકય મદદ કરવાનો ભરોસો વ્યકત કર્યેા છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ ઘડીમાં અમે ભારત સાથે છીએ અને તેની મદદ કરીશું. હેરિસે ભારતના યોગદાનને યાદ કરતા કહ્યું કે મહામારીની શઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી, હવે અમે ભારતની મદદ માટે તેના પડખે છીએ. અત્રે જણાવવાનું કે આ ઘડીમાં ભારતની મદદ માટે આખી દુનિયામાંથી મદદના ધોધ વહી રહ્યા છે.

 


કમલા હેરિસે કહ્યું કે ભારતની જે સ્થિતિ છે તે દય દુખાડનારી છે. ભારત અમાં મહત્વપૂર્ણ સહયોગી છે અને ત્યાં સ્થિતિ સામાન્ય કરવા માટે અમે દરેક શકય મદદ કરીશું. કોરોના સામે લડતમાં ભારતના યોગદાનને બિરદાવતા અમેરિકાના ઉપરાષ્ટ્ર્રપતિએ કહ્યું કે મહામારીની શઆતમાં, યારે અમારી હોસ્પિટલમાં બેડ ઓછા પડવા માડા હતા ત્યારે ભારતે સહાયતા મોકલી હતી. આજે અમે જરિયાતના સમયે તેની મદદ માટે દ્રઢ છીએ.

 


હેરિસે કહ્યું કે અમે એશિયન કવાડના સભ્યોના પમાં વૈશ્વિક સમુદાયના હિસ્સાના પમાં અને ભારતના મિત્ર તરીકે તેને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે બધા આ રીતે મળીને કામ કરતા રહીશું તો આ મુશ્કેલીમાંથી પણ જલદી બહાર નીકળી જઈશું. ઉપરાષ્ટ્ર્રપતિએ જણાવ્યું કે અમેરિકાએ ભારતને રિફિલ કરવા યોગ્ય ઓકિસજન સિલિન્ડર, ઓકિસજન કન્સેન્ટ્રેટર અને ગ૯૫ માસ્ક ઉપલબ્ધ કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું.

 


અમેરિકી ઉપરાષ્ટ્ર્રપતિએ કહ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે અમે ભારતને રેમડેસિવિર ઈન્જેકશન મોકલ્યા છે અને ભવિષ્યમાં પણ યથાસંભવ મદદ મોકલતા રહીશું. કમલા હેરિસે કહ્યું કે ૨૬ એપ્રિલના રોજ રાષ્ટ્ર્રપતિ જો બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ૩૦ એપ્રિલ સુધીમાં સંયુકત રાય અમેરિકાના સૈન્ય સભ્ય અને નાગરિક ત્યાં રાહત આપી રહ્યા હતા.

 


રસી મુદ્દે બોલતા હેરિસે કહ્યું કે ભારત અને અન્ય દેશોના રસીકરણમાં ઝડપ લાવવામં મદદ કરવા અમે કોવિડ–૧૯ રસી પર પેટન્ટને સસ્પેન્ડ કરવા માટે પૂર્ણ સમર્થનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકામાં દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ છે. જો કે અમે માનીએ છીએ કે આ લડત કોઈ એક દેશની નથી પરંતુ આખી દુનિયાએ સાથે મળીને લડવું પડશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS