કાલે ભારત બંધ: જીએસટી, ઈંધણની વધતી કિંમત અને ઈ-વે બિલનો વિરોધ

  • February 25, 2021 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશેદેશમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, ઈ-બિલને લઈને વેપારી સંસ્થા ધ ક્ધફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી કાલે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે.


દેશભરના 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનાર અંદાજે 40 હજાર ટ્રેડ એસોસિએશન્સને ક્ધફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) તરફથી 26 તારીખના રોજ જાહેર કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે. આ બંધ જીએસટીની જોગવાઈઓની સમીક્ષાની માગને લઈને કરવામાં આવી રહ્યું છે.


ઈ-વે બિલને ખત્મ કરવાને લઈને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (એઆઈટીડબલ્યૂ)એ પણ ક્ધફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે.


40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ પર પણ તેની અસર પડી શકે છે કારણ કે ટ્રાન્સપોટ્ર્સ એસોસિએશને પણ તમામ ટ્રાન્સપોર્ટ કંપ્નીઓને કહ્યું છે કે, તે સાંકેતિક પ્રદર્શન તરીકે પોતાની ગાડીઓને સવારે 6થી લઈને રાત્રે 8 સુધી બંધ રાખશે.
જોકે, રિપોટ્ર્સ અનુસાર ભારત બંધ દરમિયાન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી) અને ભાઈચારા ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસિએશન (બીએઆઈટીઓડબલ્યૂએ) તેમાં ભાગ નહીં લે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021