આવતી કાલે પીએમ મોદી શિક્ષા પર્વનું કરશે ઉદ્ઘાટન, શિક્ષણ ક્ષેત્રે શરૂ થશે આ કાર્યક્રમો 

  • September 06, 2021 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષા પર્વના ઉદ્ઘાટન પરિષદને સંબોધિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઘણી મહત્વની પહેલ પણ શરૂ કરશે. પ્રધાનમંત્રી ભારતીય સાઇન લેંગ્વેજ ડિક્શનરી, ટોકિંગ બુક્સ, સ્કૂલની ગુણવત્તા અને CBSCની એસેસમેન્ટ  ફ્રેમવર્ક લોન્ચ કરશે.

 

Quality and Sustainable Schools

 

આ ઉપરાંત, તેઓ નિપુન ઇન્ડિયા અને વિદ્યાંજલિ પોર્ટલ માટે નિષ્ઠા શિક્ષક તાલીમ કાર્યક્રમ પણ શરૂ કરશે. આ વર્ષે શિક્ષા પર્વ 2021ની થીમ "Quality and Sustainable Schools: Learnings from Schools in India" હશે.

 

શિક્ષાપર્વ નિમિતે શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે જ નહીં, પરંતુ દેશભરની શાળાઓમાં ગુણવત્તા, સમાવિષ્ટ પ્રથાઓ અને ટકાઉપણું સુધારવા માટે પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું સંબોધન આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS