35871 કેસ સાથે ભારત કોરોના કેસમાં વિશ્વમાં પ્રથમ ક્રમે

  • March 18, 2021 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં 102 દિવસ પહેલા નોંધાયા હતા એટલા કેસ પાછલા 24 કલાકમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,871નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રની સ્થિતિ હજુ પણ સૌથી ખરાબ છે. અહીં કુલ કેસમાંથી 64% કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્ર્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાતા સ્થિતિ ગંભીર બની છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 23,179 નવા કેસ નોંધાયા છે. અહીં 6 મહિના પછી આટલા બધા કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે રાજ્યમાં 24,619 કેસ નોંધાયા હતા, મહારાષ્ટ્રમાં મંગળવારની સરખામણીમાં બુધવારે 30% વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 23,70,507 પર પહોંચ્યો છે. 1થી 17 માર્ચ દરમિયાન 4 વખત જૂના કેસોના રેકોર્ડ તૂટ્યા છે.

 


મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના લિસ્ટમાં આગળ રહેલા ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશને પણ પાછળ છોડી દે છે.
એકલા નાગપુરમાં 24 કલાકમાં 2,698 નવા કેસ નોંધાયા છે, જે રોજના કેસ ચાર રાજ્યના આંકડા કરતા વધુ છે. પંજાબ (2,039), ગુજરાત (1,122), કેરળ (2,098), કણર્ટિકા (1,275)માં નાગપુર કરતા ઓછા કેસ નોંધાયા છે. નાગપુરમાં પહેલી વખત મુંબઈ કરતા પણ વધારે કેસ એક દિવસમાં નોંધાયા છે, મુંબઈનો એક દિવસના કેસનો રેકોર્ડ 2,377 છે.

 


મહારાષ્ટ્ર સિવાય 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ પાછલા 24 કલાકમાં તૂટ્યો છે. જે આ પ્રમાણે છે: પંજાબ (2,039 કેસ, 23 સપ્ટેમ્બર પછી નોંધાયેલા સૌથી વધુ કેસ), કણર્ટિકા (1,275, 9 ડિસેમ્બર પછી નોંધાયા સૌથી વધુ કેસ), ગુજરાત (1,122, 16 ડિસેમ્બર પછી સૌથી વધુ કેસ નોંધાયા), તામિલનાડુ (945, 29 ડિસેમ્બર પછી સૌથી વધુ કેસ નોંધાયા), છત્તીસગઢ (887, 9 જાન્યુઆરી પછી આટલા બધ કેસ નોંધાયા), મધ્યપ્રદેશ (832, 6 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા), હરિયાણા (555, ડિસેમ્બર 20 પછી આટલા બધા કેસ નોંધાયા), દિલ્હી (536, 6 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા), રાજસ્થાન (313, 13 જાન્યુઆરી પછી આટલા બધા કેસ નોંધાયા), બંગાળ (303, 24 જાન્યુઆરી પછી આટલા બધા કેસ નોંધાયા), ઉત્તરપ્રદેશ (261, 26 સપ્ટેમ્બર પછી આટલા કેસ નોંધાયા), તેલંગાણા (247, 20 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા), ચંદીગઢ (201, 26 સપ્ટેમ્બર પછી આટલા કેસ નોંધાયા), હિમાચલ (167, 1 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા), જમ્મુ અને કાશ્મીર (126, 17 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા) ઉત્તરાખંડ (110, 23 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા) અને પોંડિચેરી (52, 2 ડિસેમ્બર પછી આટલા કેસ નોંધાયા).
આમ કોરોના વાયરસની બીજી લહેરને તાત્કાલિક ડામવા માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે અને તેને ગામડાઓ સુધી ના પ્રસરી જાય તે માટે રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 


દેશ માટે બીજી લહેર ચિંતા જન્માવી શકે
નિષ્ણાંતોએ ચેતવ્યા, અમેરિકા અને યુરોપ્ના બીજી લહેરના આંકડા ડરામણા રહ્યા છે


દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર નો ખતરો ભયંકર પરિણામો ઉપજાવી શકે છે અને વધુ ઘાતક બની શકે છે તેવી ચેતવણી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે અત્યારે મહારાષ્ટ્રમાં બીજી લહેર ના સંકેતો મળી રહ્યા છે તેમ પણ નિષ્ણાતોએ જણાવ્યું છે.

 


જો સમગ્ર ભારતમાં મહારાષ્ટ્રની જેમ જ વાયરસ ની ભયંકર હાલત હશે તો દેશમાં મોટી તબાહી નથી જવાનો ખતરો બનેલો છે. ઇસ્લામ તો એમ કહ્યું છે કે અમેરિકા અને યુરોપ્ના બીજી લહેર ના આંકડા અત્યંત ડરામણા રહ્યા છે અને તેના પરથી એવો સંકેત મળી રહ્યો છે કે જો ભારતમાં બીજી લહેર આવશે તો તે અત્યંત ઘાતક અને જીવલેણ બની શકે છે.

 


રિસર્ચરોએ અલગ-અલગ અભ્યાસમાં આ પ્રકારનો ખુલાસો કર્યો છે અને એમ કહ્યું છે કે અત્યાર સુધીની અમેરિકા અને યુરોપ્ની સ્થિતિ સ્પષ્ટ રીતે એવું બતાવે છે કે બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ખતરનાક અને જીવલેણ સાબિત થઈ છે.

 


યુરોપ સહિત દુનિયાભરના 46 જેટલા દેશોમાં ઇકોનોમિક્સ દ્વારા મહાકાલી ની બીજી લહેર ના અભ્યાસ વિશ્લેષણ કર્યું છે અને એ જ રીતે સિડની યુનિવર્સિટી અને ચીનની એક  યુનિવર્સિટી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમાં અમેરિકા તથા યુરોપમાં થયેલા કુલ મૃત્યુ નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

 


સાથોસાથ સ્પેનિશ ફલુ અને કોરોના ને લીધે થયેલા મોત નો વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો છે કે જે દેશોમાં બીજી લહેર આવી છે ત્યાં વધુ તબાહી મચી ગઈ છે અને સૌથી વધુ મૃત્યુ થયા છે તેમ જ વધુ પ્રમાણમાં કેસ બહાર આવ્યા છે.

 


ભારતમાં પણ કોરોનાવાયરસ ફરીવાર ભારે ઝડપથી માથું ઉચકી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં બીજી લહેરની અસર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ત્યારે અન્ય શહેરોમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021